ગુજરાતમાં ખેડૂતોની ટેકાના ભાવને લઇ હાલત કફોડી બની છે અને ભાજપ સરકાર પણ મગફળીનાં ટેકાના ભાવ જાહેર કર્યા બાદ પણ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવતી નથી.
ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અપનાવી રહી છે જેની સામે કોંગ્રેસ દ્વારા આજે રાજ્ય વ્યાપી ધરણાનો કર્યક્રમ આપવામાં આવ્યો હતો, ત્યારે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપીપળાના ગાંધી ચોક ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
આ બાબતે નાંદોદ ધારાસભ્ય પી. ડી.વસાવાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ બંધ કરે નહીં તો કોંગ્રેસ વધુ ઉગ્ર આંદોલનો કરશે.
દેશમાં ચાર રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે અને 2019માં પણ જનતા આ જૂઠ્ઠી સરકારને ઘર ભેગી કરશે એ વાત ચોક્કસ છે.
