Not Set/ એસટી બસ અને બાઇક-ચાલક વચ્ચે અકસ્માત, બાઇક ચાલકે એસટી ચાલક પર કર્યો હુમલો

અમરેલી, અમરેલીમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. ખાંભા બસ સ્ટેશનનો આ બનાવ છે જ્યાં એક બાઇકચાલક પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન બસ સ્ટેશનમાં આવેલી એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. બસની ટક્કર વાગતાં બાઇકચાલક બાઇક પરથી નીચે પડી ગયો હતો અને ઇજા પહોંચી હતી. જો કે બસ […]

Gujarat Others Trending

અમરેલી,

અમરેલીમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. ખાંભા બસ સ્ટેશનનો આ બનાવ છે જ્યાં એક બાઇકચાલક પસાર થઇ રહ્યો હતો.

આ દરમિયાન બસ સ્ટેશનમાં આવેલી એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. બસની ટક્કર વાગતાં બાઇકચાલક બાઇક પરથી નીચે પડી ગયો હતો અને ઇજા પહોંચી હતી.

જો કે બસ ડ્રાઇવર દ્વારા વાગેલી ટક્કરને કારણે બાઇકચાલક રોષે ભરાયો હતો અને એસટી બસ ચાલક પર હુમલો કર્યો હતો. જો કે બસચાલક પર હુમલો થતાં પસાર થતાં લોકો ઉભા રહી ગયા હતો.

જેને લઇને ટ્રાફિક જામના દ્શ્યો સર્જાયા હતા અને આશરે 20 મિનીટ જેટલો ટ્રાફિક જામ થઇ ગયો હતો. જો કે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મામલો થાળે પાડીને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.