Not Set/ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન : આમિરે ફ્લોપ ગયેલી ફિલ્મની લીધી જવાબદારી અને માંગી માફી

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ જોઈએ એટલી હીટ નીવળી નથી. આ ફિલ્મની ઘણા લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મમાં બિગ બી અમિતાભ બચ્ચન, આમીર ખાન અને કેટરીના કેફ જેવા મોટા સ્ટાર હોવા છતાં બોક્સ ઓફીસ પર તે ફ્લોપ રહી છે. અત્યાર સુધી ફિલ્મ ફ્લોપ થવા મામલે આખી ટીમ ચુપ હતી પરંતુ હાલમાં જ આમીર […]

Trending Entertainment

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ જોઈએ એટલી હીટ નીવળી નથી. આ ફિલ્મની ઘણા લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

ફિલ્મમાં બિગ બી અમિતાભ બચ્ચન, આમીર ખાન અને કેટરીના કેફ જેવા મોટા સ્ટાર હોવા છતાં બોક્સ ઓફીસ પર તે ફ્લોપ રહી છે.

Image result for thugs of hindostan

અત્યાર સુધી ફિલ્મ ફ્લોપ થવા મામલે આખી ટીમ ચુપ હતી પરંતુ હાલમાં જ આમીર ખાને આ ફિલ્મ વિશે પોતાનું નિવેદન આપ્યું છે.

Image result for aamir khan

તેણે ફિલ્મ ફ્લોપ ગઈ તેની આખી જવાબદારી લેતા કહ્યું કે ટીમથી ક્યાંક તો કઈક ભૂલ થઇ છે.

https://twitter.com/Aamirian_thug/status/1067041008460984321

આમીરખાનના ફેન ક્લબ દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં આમીરે કહ્યું કે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ ન ચાલી. ફિલ્મની ટીમથી ક્યાંક ભૂલ થઇ છે પરંતુ હું તેની પૂરી જવાબદારી લઉં છુ.

અમે આ ફિલ્મમાં ઘણી મહેનત કરી હતી અને અમારું બેસ્ટ કામ આપ્યું પરંતુ ક્યાંક અમારાથી ભૂલ થઇ છે.ઘણા લોકોને આ ફિલ્મ પસંદ આવી છે હું તે લોકોનો આભારી છુ પરંતુ ખુબ નાના વર્ગને આ ફિલ્મ પસંદ આવી છે.

વધમાં તેણે કહ્યું હતું કે હું આ ફિલ્મ મામલે માફી માંગું છુ કારણકે આ ફિલ્મ મનોરંજન કરવામાં અસમર્થ રહી. મને ઘણું ખરાબ લાગી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું શુટિંગ ૨ વર્ષ સુધી ચાલ્યું હતું તેમ છતાં તે બોક્સ ઓફીસ પર ફ્લોપ ગઈ છે.