અરવલ્લી,
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલ હીરાપુર પ્રાથમિક શાળામાં બાળકોને શાળાના કામકાજ કરાવતો વીડિયો મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થયો છે. મંતવ્ય ન્યુઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કાર્યક્રમ અંતર્ગત હીરાપુર પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી.
ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈને કેમેરા મેન અને રિપોર્ટર પણ ચોંકી ઉઠ્યા હતા. નાના બાળકો જેમના હાથમાં ધારદાર દાતરડું પકડાવીને ઘાસ કપાડાવે છે, દ્રશ્યોમાં તમે જોશો તો આ ભૂલકાઓને દાતરડું સરખી રીતે ઊંચું કરતા પણ નથી આવડતું. ક્યાંક આ દાતરડાના લીધે બાળકને કઈક થઈ જાય તો કોણ જવાબદાર બનશે,જોકે સમગ્ર મામલે ઈન્ચાર્જ આચાર્ય એવું બોલ્યા હતા કે અમારી શાળાના બાળકોને સમજાવી દીધેલા છે કે જો કોઈ ફોટો પાડે કે વીડિયો ઉતારે તો કામ બંધ કરી સાઈડમાં જતા રહેવું. આ સમગ્ર મામલે હવે શિક્ષણ ઉપર સવાલો ઉભા થવા માંડ્યા છે કે શું આવી રીતે ભણશે ગુજરાત…..?
