Not Set/ હું ભૂલો પડ્યો હતો,તે જગ્યાએ પાછો આવ્યો છું:લાલજી મેર

અમદાવાદ, થોડાક દિવસ પહેલા ભાજપમાંથી રાજીનામુ આપનાર ધંધૂકાનાં પૂર્વ ધારાસભ્ય લાલજી મેર ફરી માતૃ સંસ્થા કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા છે. અમદાવાદના પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસની બેઠક યોજવામાં આવી હતી જેમાં લાલજી મેર સહિત ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. જેને તેમને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. લાલજી મેર 2012માં ધંધુકા વિધાનસભા બેઠક પરથી […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

થોડાક દિવસ પહેલા ભાજપમાંથી રાજીનામુ આપનાર ધંધૂકાનાં પૂર્વ ધારાસભ્ય લાલજી મેર ફરી માતૃ સંસ્થા કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા છે.

અમદાવાદના પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસની બેઠક યોજવામાં આવી હતી જેમાં લાલજી મેર સહિત ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. જેને તેમને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

લાલજી મેર 2012માં ધંધુકા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. તેઓ 2017 સુધી ધંધુકાનાં ધારાસભ્ય રહ્યા હતા. તેઓ ઘણા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા અને સક્રિય કાર્યકર્તા હતા.

લાલજી મેરનાં રાજીનામાથી ભાજપને વધુ એક મોટો ફટકો પડશે. ગત વિધાનસભામાં પણ તેઓ ઉમેદવાર તરીકે દાવેદાર હતા, પરંતુ ટિકિટ મળી નહોતી.

લાલજી મેરે કહ્યું છે કે ભાજપની નીતિ ખેડૂત વિરોધી છે અને ભાજપમાં મને ખેડૂતો મુદ્દે યોગ્ય જવાબ ન મળતા મે ફરી કોંગ્રેસમાં જોડાવો નિર્ણય કર્યો છે. આ સાથે વધુમાં તેમને ઉમેર્યુ હતુ કે મને સત્તા લાલચુ કહેનારા ધ્યાન રાખે હું સત્તા પક્ષમાંથી વિરોધ પક્ષમાં જઈ રહ્યો છું.