Not Set/ #hockeyworlcup2018 : ભારતે દક્ષિણ આફ્રિકાને વિશ્વ કપમાં ૧૨ વર્ષ બાદ હરાવ્યું, ૫-૦ થી કર્યું જોરદાર ઓપનીંગ

ભુવનેશ્વર ઓરિસ્સમાંમાં ભુવનેશ્વરમાં ચાલી રહેલી વિશ્વ મેન્સ હોકી કપમાં ભારતે દક્ષીણ આફ્રિકા સામે જીતીને શાનદાર શરૂઆત કરી દીધી છે. બુધવારે પૂલ સીની મેચમાં ભારતે દક્ષીણ આફ્રિકાને ૫-૦થી હરાવ્યું છે.ભારત તરફથી કેપ્ટન મનદીપ સિંહ, આકાશદીપ સિંહ અને લલિત ઉપાધ્યાયે એક-એક ગોલ કર્યા હતો. જયારે જેને આ મેચના સર્વ શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા તેવા સીમરનજીત […]

Top Stories Trending Sports

ભુવનેશ્વર

ઓરિસ્સમાંમાં ભુવનેશ્વરમાં ચાલી રહેલી વિશ્વ મેન્સ હોકી કપમાં ભારતે દક્ષીણ આફ્રિકા સામે જીતીને શાનદાર શરૂઆત કરી દીધી છે.

બુધવારે પૂલ સીની મેચમાં ભારતે દક્ષીણ આફ્રિકાને ૫-૦થી હરાવ્યું છે.ભારત તરફથી કેપ્ટન મનદીપ સિંહ, આકાશદીપ સિંહ અને લલિત ઉપાધ્યાયે એક-એક ગોલ કર્યા હતો.

Image result for hockey men's 2018

જયારે જેને આ મેચના સર્વ શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા તેવા સીમરનજીત સિંહે બે ગોળ કર્યા હતા.આ જીતથી ભારતને ત્રણ પોઈન્ટ મળ્યા છે.

તમને જણાવી દઈએ કે આની પહેલા વર્ષ ૧૯૯૬માં ઓસ્ટ્રેલીયા કપમાં અને ૨૦૧૨માં નવી દિલ્લીમાં દક્ષીણ આફ્રિકાને ૪-૦ થી હરાવ્યું હતું.પૂલ સીની બીજી મેચમાં બેલ્જીયમેં કેનેડાને ૨-૧થી હરાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભારત ૧૪ મો વખતે વિશ્વ કપ રમી રહ્યું છે. ૧૪ મેચમાં સાત વખત તેણે ઓપનીંગ મેચમાં જીત મેળવી છે.

ભારતે વિશ્વ કપમાં ૧૨ વર્ષ પછી દક્ષીણ આફ્રિકાને હરાવ્યું છે. આની પહેલા ૨૦૦૬માં હોકી વર્લ્ડ કપમાં દક્ષીણ આફ્રિકાને ૧-૦ થી હરાવ્યું હતું.