રાજકોટ,
રાજકોટ માર્કેટયાર્ડમાં આજે ઓસ્ટ્રેલીયાના ખેડૂતોનુ એક પ્રતિનિધી મંડળ મુલાકાતે આવ્યુ હતું અને માર્કેટયાર્ડમાં ખેતપેદાશોના વેચાણ તથા સહકારી ક્ષેત્રની માહિતી મેળવી હતી.
ખાસ કરીને કપાસના ઉત્પાદનથી માંડી વેચાણ સુધીની તમામ માહિતી યાર્ડના સતાવાળાઓ પાસેથી મેળવી હતી. આટલી મોટી સંખ્યામાં માર્કેટ યાર્ડ સાથે ખેડૂતો અને વેપારીઓ જોડાયેલ હોવાનું જાણી તેઓ પ્રભાવિત થયા હતા.
દિલ્હીમાં કપાસનો મોટો કારોબાર કરતી એક ખાનગી કંપનીના અધિકારીઓ પણ રાજકોટ માર્કેટયાર્ડ આવ્યા હતાં..હરાજીના સમયે જ ઓસ્ટ્રેલીયાના 35 જેટલા ખેડૂતોના પ્રતિનિધી મંડળ સાથે રાજકોટ માર્કેટયાર્ડની મુલાકાતે આ અધિકારીઓ આવ્યા હતા.
માર્કેટયાર્ડના ચેરમેન ડી.કે.સખિયા તથા વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓએ આ પ્રતિનિધિ મંડળનું સ્વાગત કર્યુ હતું અને માર્કેટયાર્ડની સહકારી પ્રવૃતિ અંગે માહિતી આપી હતી.
