નવી દિલ્લી
ટ્વીટરનો વિધાનસભાની ચૂંટણીના પ્રચારને લઈને બહોળો ઉપયોગ કરવામાં આવ્યો છે. માત્ર બે મહિનામાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ, મિઝોરમ અને તેલંગણાની વિધાનસભની ચૂંટણી માટે ૪૮ લાખ ટ્વીટ કરવામાં આવ્યા છે.
૧ ઓક્ટોમ્બરથી ૨૮ નવેમ્બર સુધીમાં આટલા ટ્વીટ કરવામાં આવ્યા છે.તો બીજી બાજુ ૨૭, ૨૮ અને ૨૯ નવેમ્બર દરમ્યાન માત્ર ૩૬ કલાકોમાં ૨.૫ લાખ ટ્વીટ પોસ્ટ થયા છે.
આ જાણકારી ટ્વીટર દ્વારા ગુરુવારે આપવામાં આવી હતી.
ટ્વીટરના જણાવ્યા પ્રમાણે બીજેપી, કોંગ્રેસ, અરજ્સ્થાન, મધ્યપ્રદેશ અને તેલંગણાનું હેશટેગ વધારે ટ્રેન્ડીંગ કરી રહ્યું છે.
આ હેશટેગ છે ટ્રેન્ડીંગમાં
#bjp
#congress
#rajasthan
#madhyapradesh
#telangana
#telanganaelections2018
#madhyapradeshelections
#rajasthanelections2018
#mizoram
#bjp4m
#bjp4telangana
#assemblyelections2018
#votebjpsecuremp
દરેક રાજ્યની ચૂંટણીના પરિણામ ૧૧ ડીસેમ્બરના રોજ જાહેર થવાના છે.
૫ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લીધે ટ્વીટર પર લોકોની ચહલપહલ વધી ગઈ છે. માત્ર ભારત જ નહી પરંતુ દુનિયાભરના લોકો દેશમાં થતી ઘટના પર નજર રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ટ્વીટર પર ચૂંટણીને લઈને નવા ફીચર ચાલુ કરવામાં આવ્યા છે. જેમાં રીયલ ટાઇમ અપડેટ્સ ઓન કેમ્પેઈન ટ્રેલ્સ અને કનેક્ટીગ વોટર્સ ટુ પોલીટીશયનનો સમાવેશ થાય છે.
Your vote matters!
Here is why your vote is precious and powerful. https://t.co/089o90Pz5I
— Narendra Modi (@narendramodi) November 26, 2018
૨૬ નવેમ્બરના રોજ પીએમ મોદી તરફથી જે ટ્વીટ કરવામાં આવ્યું હતું તે ૩૨૮૪ વખત રીટ્વીટ કરવામાં આવ્યું હતું જેને ૧૩,૪૮૩ લોકોએ લાઇક કર્યું છે.
આ ટ્વીટમાં વડાપ્રધાન મોદીએ લોકોને મતદાન માટે અપીલ કરી છે.
