જમ્મુની યુનીવર્સીટીમાં રાજનીતિ વિભાગના એક પ્રોફેસરે ભગતસિંહને આતંકવાદી કહ્યું હોવાનો મામલો સામે સામે આવ્યો છે.
પ્રોફેસર તાજુદ્દીનના લેકચરનો અમુક ભાગ કે જેમાં તેઓ આવું બોલી રહ્યા છે તે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. આમ કહેવા બદલ યુનીવર્સીટીના વિદ્યાર્થીઓમાં ઘણો ગુસ્સો છે.
Prof. Mohammad Tajuddin, University of Jammu, on complaint lodged against him in Univ. for calling Bhagat Singh 'terrorist': I also consider Bhagat Singh a revolutionary. He is one of the people who sacrificed their lives for the country. 1/2 pic.twitter.com/yCD4vgBE7a
— ANI (@ANI) November 30, 2018
આ વિડીયો ત્યારે બનાવવામાં આવ્યો હતો જયારે પ્રોફેસર લેકચર લઇ રહ્યા હતા. શુક્રવારે આ મામલે વિદ્યાર્થીઓ યુનીવર્સીટી બંધ કરાવશે તેવી ધમકી પણ આપી હતી.
વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે પ્રોફેસરના એ વાક્યને લીધે તેમની દેશ પ્રત્યેની ભાવનાને ઠેંસ પહોચી છે. આ મામલે પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહી પરવા અંગે વિદ્યાર્થીઓએ માંગ કરી છે.
I was teaching Lenin (Russian revolutionary) & in that context, I said state calls any violence against it 'terrorism'. Someone took a 25-second video out of my 2-hrs lecture. Terrorist word came in that,it wasn't what I meant. Still,if anyone is hurt,I'm really sorry for it. 2/2 pic.twitter.com/jotmc3OGWf
— ANI (@ANI) November 30, 2018
લો ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થી સાકેત સિંહે કહ્યું હતું કે દેશની આઝાદીની લડતમાં ભગતસિંહનું યોગદાન અભૂતપૂર્વ છે પરંતુ પ્રોફેસરે તેમને આઝાદી પૂર્વ આતંક ફેલાયો હોવાનું કહ્યું હતું. જે સહન ન કરી શકાય.
Some students came to me last evening & told me about this incident. They submitted a CD as proof. I've immediately formed an inquiry committee. We've disassociated him from teaching till inquiry committee submits the report: Prof Manoj K Dhar, Vice Chancellor, Jammu University https://t.co/iPbjdCJY8B
— ANI (@ANI) November 30, 2018
પ્રોફેસરે શું કહ્યું
પ્રોફેસરે આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું તે ક્લાસમાં લેનિન પર લેકચર આપી રહ્યા હતા. તે દરમ્યાન તેમનું જીવન ચરિત્ર અને તેમના ભાઈ વિશેનો ઉલ્લેખ કર્યો હતો જેમને આતંકીના પ્રચારના કારણે ફાંસી આપી દીધી હતી.
દરેક રહ્ય પોતાના વિરુદ્ધ વિદ્રોહ કરનારને આતંકી કહે છે. આ સંદર્ભે ભગતસિંહનો ઉલ્લેખ પણ આવ્યો હતો.
વધુમાં તેમણે કહ્યું હતું કે આપના ભારતવાસી માટે તેઓ ક્રાંતિકારી હતા પરંતુ તે સમયના શાસક માટે તેઓ આતંકવાદી હતા.
વિદ્યાર્થીઓએ સારો આતંકવાદ અને ખરાબ આતંકવાદને સમજવો જોઈએ. તેમ છતાં જો કોઈની લાગણીને ઠેંસ પહોચી હોય તો હું માફી માંગું છુ.
લેકચરને વિષયની જેમ સમજવો જોઈએ તેની પર રાજનીતિ ન કરવી જોઈએ.
