ભરૂચ,
ભરૂચમાં શાળાએ લાવવા લઈ જવા માટે રીક્ષા ચાલકએ જ ત્રણ વર્ષીય બાળકી ઉપર દાનત બગાડી બાળકી ઉપર શારીરિક અડપલા તેમજ ગુપ્તાંગ અંગો પર અડપલાથી બાળકીને ઇજા થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે,
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના લિંક રોડ ઉપર રહેતા ઓટોરિક્ષા ચાલક જેઓ ભરૂચની એક શાળાના બાળકોને રીક્ષામા લાવવા અને ઘરે મુકવાની વર્ધી મારતા હતા. તે દરમિયાન શાળાની ત્રણ વર્ષીય બાળકી શાળાએથી છૂટીને રાબેતા મુજબ રિક્ષામાં બેસી ઘરે જઈ રહી હતી.
જેમાં ભરૂચ ખાતે રિક્ષા ચાલકે બાળકી સાથે અડપલા કર્યા હતા. 3 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યાનો આરોપ રિક્ષા ચાલક પર કરવામાં આવ્યો છે. બાળકીને શાળાથી ઘરે મુકવા જતા સમયે અડપલાં કર્યાના આરોપ છે.
તેના શરીર ઉપર શારીરિક અડપલા કર્યા હોય તેમ જણાવતા જ બાળકીના માતા-પિતા પણ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે દોડી જઇ રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે પણ તાબડતોબ મહેનત કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો.
