Not Set/ મારુતિ સુઝુકીની કાર Baleno એ બનાવ્યો વેચાણનો નવો રેકોર્ડ

નવી દિલ્હી: મારુતિ સુઝુકીની પ્રિમીયમ હેચબેક કાર Baleno એ પાંચ લાખ યુનિટ વેચાણનો આંકડો પાર કરી લીધો છે. મારુતિ Baleno એ લોન્ચિંગના 38 મહિનાની અંદર જ આ આંકડો પાર કરી લીધો છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદન કરતી કંપની મારુતિ સુઝુકીએ ગુરુવારે માહિતી આપી હતી. મારુતિ સુઝુકી કંપનીએ જણાવ્યું હતું કે, મારુતિ બલેનોને ઓક્ટોબર ૨૦૧૫માં […]

Top Stories Tech & Auto Business
New Sales Record of Maruti Suzuki Baleno

નવી દિલ્હી: મારુતિ સુઝુકીની પ્રિમીયમ હેચબેક કાર Baleno એ પાંચ લાખ યુનિટ વેચાણનો આંકડો પાર કરી લીધો છે. મારુતિ Baleno એ લોન્ચિંગના 38 મહિનાની અંદર જ આ આંકડો પાર કરી લીધો છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદન કરતી કંપની મારુતિ સુઝુકીએ ગુરુવારે માહિતી આપી હતી.

New Sales Record of Maruti Suzuki Baleno
mantavyanews.com

મારુતિ સુઝુકી કંપનીએ જણાવ્યું હતું કે, મારુતિ બલેનોને ઓક્ટોબર ૨૦૧૫માં લોન્ચ કરવામાં આવી હતી. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન તેના વેચાણમાં 20.4 ટકાનો વધારો નોંધાયો છે.

મારુતિ સુઝુકી ઇન્ડિયાના વરિષ્ઠ કાર્યકારી નિર્દેશક (માર્કેટિંગ અને સેલ્સ) આર. એસ. કલસીએ જણાવ્યું હતું કે, ‘અમારા ઈજનેરોએ આશ્વસ્ત કર્યા છે કે , બલેનો સારી મુસાફરી, હેન્ડલિંગ, સારું પ્રદર્શન અને સુરક્ષા પ્રદાન કરે છે. ૨૦૧૬થી બલેનો ભારતમાં સૌથી વધુ વેચાતી કારો પૈકીની એક કાર છે.’

New Sales Record of Maruti Suzuki Baleno
mantavyanews.com

મારુતિ બલેનોને વિશેષ રીતે ભારતમાં બનાવવામાં આવી રહી છે. આ પહેલી કાર છે કે, જેને મારુતિ ભારતમાંથી જાપાનમાં નિકાસ કરે છે. કંપનીએ કહ્યું છે કે, ઘરેલું બજારમાં આ ઉપરાંત આ કારને ઓસ્ટ્રેલિયા, યુરોપ, લેટિન અમેરિકા અને મધ્ય એશિયા જેવા વૈશ્વિક બજારોમાંથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

એન્જિન અને ટ્રાન્સમિશન

New Sales Record of Maruti Suzuki Baleno
mantavyanews.com

મારુતિ બલેનો કંપનીના પ્રિમીયમ આઉટલેટ નેક્સા દ્વારા વેચવામાં આવી રહી છે. આ 1.2 લિટર પેટ્રોલ એન્જિન અને 1.3 લિટર ડીઝલ એન્જિનમાં ઓપ્શનમાં પણ ઉપલબ્ધ છે. તેનું પેટ્રોલ એન્જિન 83hp નો પાવર અને ડીઝલ એન્જિન 75 hp નો પાવર જનરેટ કરે છે. બંને એન્જિનમાં 5-સ્પિડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. પેટ્રોલ વેરિયંટમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો પણ ઓપ્શન પણ ઉપલબ્ધ છે.