Not Set/ #INDvAUS : ભારતીય ટીમનો વર્તમાન બોલિંગ અટેક છે સૌથી સર્વશ્રેષ્ઠ : લોસન

સિડની, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત ૬ ડિસેમ્બરના રોજથી થઇ રહી છે, ત્યારે આ પહેલા  ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર જ્યોફ લોસનનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જ્યોફ લોસનનું માનવું છે કે, “વર્તમાન સમયમાં ભારતીય ટીમનો બોલિંગ અટેક સર્વશ્રેષ્ઠ છે અને ચાર ટેસ્ટ ,મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ મોટો પડકાર મળશે”. પૂર્વ […]

Trending Sports

સિડની,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત ૬ ડિસેમ્બરના રોજથી થઇ રહી છે, ત્યારે આ પહેલા  ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર જ્યોફ લોસનનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

જ્યોફ લોસનનું માનવું છે કે, “વર્તમાન સમયમાં ભારતીય ટીમનો બોલિંગ અટેક સર્વશ્રેષ્ઠ છે અને ચાર ટેસ્ટ ,મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ મોટો પડકાર મળશે”.

sports-#indvaus-geoff-lawson-india-best bowling-attack-test-series

પૂર્વ કાંગારું ઝડપી બોલરે કહ્યું, “ભારત પાસે કેટલાક શાનદાર ઝડપી બોલર છે અને સારા સ્પિનર પણ છે. જેમાં ઇશાંત શર્મા આ પહેલા ઓસ્ટ્રેલિયા આવ્યા હતા ત્યારે તેઓના બોલમાં વધુ ગતિ અને બાઉન્સ હતા”.

ભારતીય ટીમના બોલરો અંગે તેઓએ ઉમેર્યું, “ભારતના ચારેય ઝડપી બોલર શાનદાર ફોર્મમાં છે, પરંતુ તેઓ આ તમામ બોલરો સાથે મેદાનમાં ઉતરશે નહિ. ભારત ત્રણ ઝડપી બોલર અને એક સ્પિનર સાથે એડિલેડમાં ઉતરશે”.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ કહ્યું હતું કે, ” ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત માટે ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતવા માટેનો એક સારો મૌકો છે”.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને ESPN ક્રિકઇન્ફો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “મને લાગે છે ભારત પાસે આ શ્રેણી જીતવાની સોનેરી તક છે. તેઓ લાંબા સમયથી જ આ સિરીઝની તૈયારી કરી રહ્યા હશે”.