Not Set/ જસદણ પેટા ચૂંટણી : કોંગ્રેસે જાહેર કર્યું ઉમેદવારનું નામ, બાહુબલી બાવળિયા વિરુદ્ધ લડશે આ કોંગ્રેસી નેતા

ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયેલી જસદણ પેટા ચૂંટણીમાં રવિવારે નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી ઉમેદવાર બાબતે અવઢવમાં રહેલી કોંગ્રેસે પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. રવિવારે થયેલી કોંગ્રેસની બેઠકમાં જસદણ પેટા ચૂંટણી માટે અવચર નાકિયાની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. જણાવી દઈએ કે, પેટા ચૂંટણીના ઉમેદવાર માટે કોંગ્રેસમાંથી લગભગ […]

Top Stories Gujarat Others

ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયેલી જસદણ પેટા ચૂંટણીમાં રવિવારે નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી ઉમેદવાર બાબતે અવઢવમાં રહેલી કોંગ્રેસે પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.

mantavyanews.com

રવિવારે થયેલી કોંગ્રેસની બેઠકમાં જસદણ પેટા ચૂંટણી માટે અવચર નાકિયાની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. જણાવી દઈએ કે, પેટા ચૂંટણીના ઉમેદવાર માટે કોંગ્રેસમાંથી લગભગ પાંચથી સાત નામો ચર્ચાતા હતા. જેમાં પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલ, ગજેન્દ્ર રામાણી, ધીરુભાઈ શીંગાળા વગેરેના નામો ચર્ચામાં હતા.

મહત્વનું છે કે કુંવરજી બાવળિયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપે તેમને સીધું મંત્રીપદ આપી દીધું હતું. હવે પેટા ચૂંટણીમાં જીતે તો તેમનું મંત્રીપદ ટકી શકે તેમ છે. બંને પક્ષો માટે જસદણ પેટા ચૂંટણી પ્રતિષ્ટાનો સવાલ બની ચુકી છે.