Not Set/ સરકારી નોકરીમાં ભરતીના નામે યુવકોના ભાવિ સાથે ચેડાં કરે છે BJP સરકાર: શક્તિસિંહ

અમદાવાદ: લોકરક્ષકની ભારતી માટેની પરીક્ષા રદ થવાના મામલે કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે, રાજ્યની ભાજપ (BJP) સરકાર સરકારી નોકરીઓમાં ભરતીના નામે ગુજરાતના લાખો યુવકોના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા યોજાનારી લોકરક્ષકની ભારતી માટેની પરીક્ષાનું પેપર લિક થતાં પરીક્ષા રદ કરવામાં આવી છે. […]

Top Stories Ahmedabad Gujarat Trending Politics
BJP government tampering the fate of youth in government jobs: Shaktisinh

અમદાવાદ: લોકરક્ષકની ભારતી માટેની પરીક્ષા રદ થવાના મામલે કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે, રાજ્યની ભાજપ (BJP) સરકાર સરકારી નોકરીઓમાં ભરતીના નામે ગુજરાતના લાખો યુવકોના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા યોજાનારી લોકરક્ષકની ભારતી માટેની પરીક્ષાનું પેપર લિક થતાં પરીક્ષા રદ કરવામાં આવી છે. જે અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરાં પ્રહારો કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતના નવ  લાખ યુવકોએ લોકરક્ષકની પરીક્ષા આપવા માટે છેલ્લાં કેટલાય દિવસોથી તૈયારીઓ કરી હતી. આ પરીક્ષા આપવા માટે આજે બનાસકાંઠાના વિદ્યાર્થીને સૌરાષ્ટ્રના ભાવનગર સુધી પરીક્ષા દેવા મોકલ્યા હતા.

ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, એક વિદ્યાર્થીને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં મોકલ્યા પછી આજે પરીક્ષા શરુ થાય તે પહેલા સરકાર દ્વારા જાહેરાત કરવી પડી હતી કે, લોકરક્ષકની ભરતીના પેપર ફૂટી ગયા છે. જેના લીધે આ પરીક્ષા રદ કરવામાં આવે છે.

શક્તિસિંહ ગોહિલે વધુમાં એવો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગઈકાલથી ખુલ્લેઆમ લાખો રૂપિયામાં આ લોકરક્ષક પરીક્ષાનાં પેપરો બજારમાં વેચાતા હતા. છતાં તેની પ્રત્યે બેદરકાર રહેલી ગુજરાતની BJP ની ભ્રષ્ટ સરકાર યુવાનોના જીવન સાથે ચેડા કરી રહી છે.

ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, જે યુવાનોએ કેટલાય દિવસોથી માનસિક મુશ્કેલીઓ ભોગવીને ખૂબ મહેનત કરી હોય છે. સાવ સામાન્ય પરિવારના યુવાનો ૩૦૦-૩૦૦ કિલોમીટર દૂર પરીક્ષા આપવા જાય છે ત્યારે તેમનો જમવાનો, રહેવાનો અને અન્ય બીજો ખર્ચો ગણો તો કમસેકમ એક વિદ્યાર્થી પાછળ ઓછામાં ઓછા બે હજાર રૂપિયા થાય છે. આજની પરીક્ષામાં બેસનારા નવ લાખ વિદ્યાર્થીઓનો કરોડો રૂપિયાનો ધુમાડો થયો છે. ત્યારે આ સંજોગોમાં હવે ગુજરાતના મુખ્યમંત્રી વાત કરે કે, એસ.ટી. બસનું ભાડું આપી દઈએ, તપાસના આદેશ આપ્યા છે.

ગોહિલે જણાવ્યું હતું કે, આ સરકાર આટલાથી છૂટી ન શકે. યુવાનોને થયેલા નુકશાનનું પૂરેપૂરું ભરપાઈ કરવાની જવાબદારી ગુજરાતની સરકારની છે. ચોર ચોરને પકડવા નીકળે એવું નહીં ચાલે.

ગોહિલે આ મામલાની તપાસ હાઈકોર્ટના સીટિંગ જજના ધ્વારા બનેલી એક એસ.આઈ.ટી. (સીટ)ની ટીમ  સંપૂર્ણપણે પૂરેપૂરી તપાસ કરવામાં આવે અને સીટની રચનાથી ગુન્હેગારોને યોગ્ય સજા કરવા માટેની માંગણી કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આવું ન જ બનવું જોઈએ અને જે યુવાનોએ યાતના ભોગવી છે એને વળતર સરકાર જ આપે તેમ પણ કહ્યું હતું.