Not Set/ #PaperLeak : પેપર લીક થવાને લઈ રુપાણી સરકાર પર ફૂટ્યા ટ્વિટર બોમ્બ, કોઈકે કહ્યું, “પેપર છે કે પાઇપલાઇન”!…

અમદાવાદ, રવિવારે લોક રક્ષક-કોન્સ્ટેબલની યોજવામાં આવેલી પરીક્ષાનું પેપર લીક થવાને લીધે અંતે એક્ઝામ રદ્દ કરવાની ફરજ પડી છે. આ મામલે એક બાજુ રાજ્યની રુપાણી સરકાર દ્વારા પેપર લીક થવાની ઘટનાને લઈ ખુલાસા આપવામાં આવી રહ્યા છે, ત્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા પણ આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા આ મામલે એક પીએસઆઈ સહિત ૪ […]

Ahmedabad Top Stories Gujarat Trending

અમદાવાદ,

રવિવારે લોક રક્ષક-કોન્સ્ટેબલની યોજવામાં આવેલી પરીક્ષાનું પેપર લીક થવાને લીધે અંતે એક્ઝામ રદ્દ કરવાની ફરજ પડી છે. આ મામલે એક બાજુ રાજ્યની રુપાણી સરકાર દ્વારા પેપર લીક થવાની ઘટનાને લઈ ખુલાસા આપવામાં આવી રહ્યા છે, ત્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા પણ આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

gujarat-#PaperLeak Twitter leaked governmen paper leak Twitter bombs

પોલીસ દ્વારા આ મામલે એક પીએસઆઈ સહિત ૪ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે, પરંતુ આ ઘટનાને રાજ્યભરના લાખો યુવાનોને પડેલી મુશ્કેલીઓ અંગે વર્તમાન સરકારનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

બીજી બાજુ સોશિયલ મીડિયામાં પણ સરકાર પર આરોપોના બોમ્બ વરસાવવામાં આવી રહ્યા છે. કોઈ યુઝર કહી રહ્યા છે કે, “વિકાસ લીક થઇ ગયો છે, પેપર છે કે પાઇપલાઇન”!…સહિતની અનેક કોમેન્ટો સામે રહી છે અને રુપાણી સરકાર પર ગુસ્સો ઠાલવવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં સામે આવેલી કોમેન્ટ : 

https://twitter.com/DipakPa33572928/status/1069191179596677121

https://twitter.com/radhe_krishna2/status/1069199306484142082

https://twitter.com/neelshah31790/status/1069189640387588096

આ છે સમગ્ર ઘટનાના આરોપીઓ : 

૧.વડોદરાનો યશપાલસિંહ જશવંતસિંહ સોલંકી (દિલ્હી ગુરગાવથી આવ્યો હતો)
૨.ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રૂપલ શર્મા
૩.અરવલ્લી જિલ્લાના અરજણવાવ વિસ્તારનો મનહર રણછોડભાઈ પટેલ
૪.ગાંધીનગર વાયરલેસ પી.એસ.આઈ પી.વી.પટેલ
૫.બનાસકાંઠા જિલ્લાના ઈડરણા ગામનો મુકેશ મૂળજીભાઈ ચૌધરી

૮,૭૬,૩૫૬ ઉમેદવાર આપવાના હતા પરીક્ષા 

થ્રિ-લેયર બંદોબસ્ત વચ્ચે રાજ્યના ૮,૭૬,૩૫૬ ઉમેદવારો લેખિત પરીક્ષા આપવાના હતા. લેખિત પરીક્ષા માટે ૨,૪૪૦ શાળા / કોલેજોના ૨૯,૨૦૦ બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં હતા.

રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતી માટે પ્રારંભમાં ૬૧૮૯ બેઠકો મંજૂર કરવામાં આવી હતી, પરંતુ પાછળથી વધુ ૩૫૨૪ બેઠકોનો વધારો કરવામાં આવ્યો હતો. જેના લીધે કુલ ૯૭૧૩ બેઠકો માટે પરીક્ષા લેવામાં આવનાર હતી. લેખિત પરીક્ષા લેવાયા બાદ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે.