Not Set/ BIG NEWS: LRD પેપર લીક મામલો: વધુ 4 આરોપીઓની ધરપકડ, SP મયુર ચાવડાએ કર્યા મોટા ખુલાસાઓ

અમદાવાદ: લોકરક્ષકની પરિક્ષાના પેપર લીકમાં એક પછી એક મોટા ચોંકાવનારા ખુલાસોઓ આવી રહ્યા છે અને આરોપીઓની ધરપકડની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે, પોલીસે આ મામલે એક મોટી સફળતા મળી છે, જેમાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. LRD પેપરલીક મામલે જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમના નામ  બાયડના પ્રીતેશ નટવર પટેલ, મહેસાણાના નરેન્દ્ર પૃથ્વી […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ:

લોકરક્ષકની પરિક્ષાના પેપર લીકમાં એક પછી એક મોટા ચોંકાવનારા ખુલાસોઓ આવી રહ્યા છે અને આરોપીઓની ધરપકડની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે, પોલીસે આ મામલે એક મોટી સફળતા મળી છે, જેમાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

LRD પેપરલીક મામલે જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમના નામ  બાયડના પ્રીતેશ નટવર પટેલ, મહેસાણાના નરેન્દ્ર પૃથ્વી ચૌધરી,વડગામના અજય સિંહ પરમાર,વડગામના ઉત્તમસિંહ ભાટી, આમ આ મામલે અત્યાર સુધી કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હીના ગેંગની સંડોવણી

SP મયુર ચાવડાએ નિવેદન આપતા કહ્યું કે, યશપાલસિંહ સોલંકી મુખ્ય આરોપી છે, LRD પેપરકાંડમાં દિલ્હીના ગેંગની સંડોવણી પણ સામે આવી છે. 29મી તારીખે દિલ્હી આરોપીઓ ગયા હતા. આરોપીઓએ દિલ્હીની ગેંગને પાંચ લાખનો કોરો ચેક આપ્યો હતો. હાલ દિલ્હી ગેંગની તપાસ ચાલુ છે.

25-30 ઉમેદવારો દિલ્હી ગયા હતાં:SP

અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અરવલ્લીનો પ્રતિક પટેલ પણ મુખ્ય આરોપી છે. યશપાલ પણ આ ટીમનો એક ભાગ છે. દિલ્હી જનારા પરીક્ષાર્થીએ 5 લાખ રૂ. ચૂકવ્યા હતા. ગુડગાંવથી પરીક્ષાર્થીઓ 5 તારીખે પરત આવ્યા હતા. દિલ્હીની ગેંગનું 100 ટકા કનેક્શન મળી આવ્યું છે.

આ પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા લોકો 29 નવેમ્બરે પોતાના અલગ-અલગ ચાર વ્હીકલમાં બેસી નાના ચીલોડા ભેગા થયા હતા. અહીંથી આ તમામ કારમાં બેસીને ગુડગાવ માટે રવાના થાય છે. ગુડગાવ પહોંચી પરિક્ષાર્થીઓને લેવા દિલ્હીની એક ગેંગ લેવા માટે આવે છે.

દિલ્હીની ગેંગ પોતાની કારમાં આવે છે. જયારે પરિક્ષાર્થીઓની ચાર ગાડી ગુડગાવમાં જ મુકી દેવામાં આવે છે અને પોતાની ગાડીઓમાં તેમને દિલ્હી લઈ જવામાં આવે છે. દિલ્હી પહોંચી પાંચ પાંચના ગ્રુપમાં આ પરિક્ષાર્થીઓ અલગ-અલગ થાય છે.

જેમને અલગ-અલગ જગ્યા પર લઈ જવામાં આવે છે. દિલ્હીની ગેંગ દ્વારા તેમને પેપર, તેની આન્સરશીટ આપવામાં આવે છે. ત્યારબાદ બે કલાક બાદ ફરી દિલ્હીની એક જગ્યા પર ચાર ગાડીઓ ભેગી થાય છે અને પરિક્ષાર્થીઓને બેસાડી ફરી ગુડગાવ છોડી દે છે. તમામ પરિક્ષાર્થીઓ 30 તારીખે રાત્રે નીકળી ગુજરાત અલગ અલગ રીતે પરત આવે છે.

નીલેશ નામના એક આરોપીની નામ ખુલ્યું આ મામલામાં. નીલેશે તમામ આરોપીઓના મોબાઈલ લઇ લીધા હતા. આખું ષડ્યંત્ર પહેલાંથી જ રચાયું હતું. 25-30 ઉમેદવારો દિલ્હી ગયા હતાં. નાના ચિલોડા ભેગાં થયા બાદ દિલ્હી ગયા હતા. 5-5ના ગ્રુપમાં પરીક્ષાર્થીઓ વહેંચાયા હતા.

ભરત ચૌધરી અને સંદીપ નામના યુવકોની ધરપકડ

થોડાક જ કલાકો પહેલા બનાસકાંઠાના ભરત ચૌધરી અને સંદીપ નામના યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. એવી માહિતી મળી રહી છે કે, ભરત ચૌધરી બનાસ ડેરીમાં એક હેલ્પર તરીકે કામ કરે છે અને તે મુકેશના ઘર પાસે જ રહે છે.

એવી પણ માહિતી મળી રહી છે કે, પેપર લેવા માટે યશપાલ દિલ્હી ગયો હતો તેમજ ત્યાંથી તેને બાયએર વડોદરા મોકલવામાં આવ્યો હતો. યશપાલ પણ પરીક્ષાર્થી હોવાને કારણે તેને બાયએર વડોદરા મોકલાયો હતો.

સંદિપ ખડક અને પ્રતિક નામના એક વ્યક્તિની મોટો ભૂમિકા પણ રહી છે. સંદીપ ખડક મેઘાણ ગામનો રહેવાસી છે અને તેના પિતા તલાટી તરીકે નોકરી કરે છે. સંદીપ હાલ ગાંધીનગર ખાતે રહે છે ગુજરાત પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને એટીએસ તરફથી તમામ કડીઓ મેળવી લેવામાં આવી છે. આ મામલે યશપાલની પણ ગણતરીના જ કલાકોમાં ધરપકડ કરવામાં આવી શકે છે.

પેપર ખરીદનાર યુવક પ્રિતેશ પટેલની ધરપકડ

અરવલ્લીના બાયડમાંથી પેપર ખરીદનાર યુવક પ્રિતેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. બાયડના રમોસથી 20 વર્ષીય પ્રિતેશ પટેલની ગાંધીનગર પોલીસે અટકાયત કરી. વહેલી સવારે 3 વાગે પ્રિતેશ પટેલના ઘરેથી જ પોલીસે અટકાયત કરી હતી. હાલ આ સમગ્ર મામલે પ્રિતેશની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસને મનહર પટેલની પૂછપરછ બાદ મળેલી લિંકના આધારે જ પ્રિતેશ પટેલની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કોણે કોણે પેપર ખરીદ્યા તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આવી રીતે સામે આવ્યું હતું.

રૂપલ શર્મા પાસે વોટ્સએપ પર જવાબો આવ્યા હતા. આ સાચા છે કે નહીં તેની ખરાઈ માટે પી.એસ.આઈ ભરત બોરાણાનો સંપર્ક કર્યો. ભરત બોરાણાએ આ અંગેની જાણ પોલીસ ભરતી બોર્ડના વિકાસ સહાયને કરી અને આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.

ગાંધીનગરમાં રહેતી અને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલમાં રૂપલ શર્મા રેક્ટર રીતે ફરજ બજાવે છે, રૂપલ શર્માના પિતા પૂર્વ PSI હતા. જયારે  રૂપલ શર્મા પણ પરીક્ષાની ઉમેદવાર હતી.