Not Set/ ‘નિકે ઇચ્છા વિરૂધ્ધ લગ્ન કર્યા….’મેગેઝીનમાં આવો દાવો કરાયાં પછી કેવી બબાલ મચી વાંચો

ન્યુયોર્ક, અમેરિકાના એક જાણીતા મેગેઝીને નિક જોનસ અને પ્રિયંકા ચોપરાના લગ્નને બોગસ ગણાવ્યા બાદ ઇન્ટરનેશનલ સેલિબ્રીટીઝમાં બંનેના લગ્નને લઇને ભારે ચર્ચાઓ ચાલી છે.આ મેગેઝીનને પ્રિચંકાને દુનિયાની સ્કેમ આર્ટીસ્ટ પણ ગણાવી દેતાં બંનેના પરિવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ લેખ ‘ધ કટ’ વેબસાઇટ પર પત્રકાર મારિયા સ્મિથ લખ્યો છે. આ લેખ દાવો કરે છે કે નિક અને પ્રિયંકાના લગ્ન […]

Uncategorized

ન્યુયોર્ક,

અમેરિકાના એક જાણીતા મેગેઝીને નિક જોનસ અને પ્રિયંકા ચોપરાના લગ્નને બોગસ ગણાવ્યા બાદ ઇન્ટરનેશનલ સેલિબ્રીટીઝમાં બંનેના લગ્નને લઇને ભારે ચર્ચાઓ ચાલી છે.આ મેગેઝીનને પ્રિચંકાને દુનિયાની સ્કેમ આર્ટીસ્ટ પણ ગણાવી દેતાં બંનેના પરિવારોમાં રોષ ફાટી નીકળ્યો છે.

આ લેખ ‘ધ કટ’ વેબસાઇટ પર પત્રકાર મારિયા સ્મિથ લખ્યો છે. આ લેખ દાવો કરે છે કે નિક અને પ્રિયંકાના લગ્ન ફેક એટલે બોગસ છે અને નિકે તેની ઇચ્છા વિરૂધ્ધ લગ્ન કર્યા છે.લેખમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પ્રિયંકા ચોપરા દુનિયાની સૌથી કૌભાંડી અભિનેત્રી છે.

જો કે આ લેખ છપાયા પછી નિકના ભાઇ જોનાસ અને તેની મંગેતર સોફી ટર્નરે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે.સોફી ટર્નરે ટ્વીટર પર લખ્યું છે કે કોઇ પણ એરાગેરાને ગાળાગાળી કરવા માટે ધ કટ(મેગેઝીન) પ્લેટફોર્મ આપી રહ્યું છે તે ઘણું નિરાશાજનક છે.

એવી રીતે જો જોનાસે પણ ટ્વીટર પર લખ્યું છે કે આવા ખરાબ શબ્દો લખવા માટે ધ કટે શરમ અનુભવી જોઇએ.આ બહુ નિરાશાજનક છે.

આ લેખ સ્ત્રીઓ તરફ દ્વેષ અને ધિક્કારથી ભરેલું હોવાનું કહેવામાં આવે છે. લેખના એક ભાગમાં એવું કહેવામાં આવ્યું છે કે નિક આ રીલેશનને ફક્ત પ્રેમ સંબંધો પુરતો રાખવા માંગતો હતો પરંતું હજુ હમણાં જ હોલીવુડમાં એન્ટ્રી લેનાર એક્ટ્રેસે તેને આજીવન કેદની સજા આપી દીધી.

જો અને સોફી સાથે અન્ય ઘણા લોકોએ પણ આ લેખની ટીકા કરી છે. વેબસાઇટે પછીથી આ લેખ માટે માફી માંગી હતી અને વેબસાઇટમાંથી લેખને દૂર કરવામાં આવ્યો હતો. ‘ધ કટ’ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે, ‘પ્રિયંકા ચોપરા અને નિક જોનસ વિશે છાપવામાં આવેલી સ્ટોરી અમારા ધોરણો સાથે મેળ ખાતી નથી. અમે તેને દૂર કરી છે અને તેના માટે માફી માંગી લીધી છે.

અભિનેત્રી સોફી ટર્નરે આ લેખને અત્યંત અયોગ્ય કહ્યો. જો જોનસે કહ્યું કે ‘ધ કટ’ આ લેખ માટે શરમજનક થવું જોઈએ.અભિનેત્રી સોનમ કપૂર પણ પ્રિયંકા ચોપરાના સમર્થનમાં આવી અને આ લેખને વિરોધી સ્ત્રી અને જાતિ તરીકે વર્ણવ્યો.

તેમના સિવાય સોના મહાપાત્રા પણ આ લેખને “ખૂબ જ ખરાબ” તરીકે વર્ણવ્યો હતો. અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ આ લેખની ટીકા કરી છે.