Not Set/ મેટ્રો રેલના ત્રણ કોચ અમદાવાદ આવવા માટે સાઉથ કોરિયાથી રવાના

ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મેટ્રો રેલને જાન્યુઆરી 2019 સુધીમાં પૂરો કરી દેવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત મેટ્રો રેલના ત્રણ કોચ સાઉથ કોરિયાથી અમદાવાદ માટે રવાના કરવામાં આવ્યા છે. આ કોચ ત્રણ સપ્તાહ બાદ એટલે કે, 31 ડિસેમ્બર આસપાસ મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચશે. જણાવી દઈએ કે, આ પહેલા 21 સપ્ટેમ્બરે પણ […]

Top Stories Ahmedabad Gujarat

ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મેટ્રો રેલને જાન્યુઆરી 2019 સુધીમાં પૂરો કરી દેવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત મેટ્રો રેલના ત્રણ કોચ સાઉથ કોરિયાથી અમદાવાદ માટે રવાના કરવામાં આવ્યા છે. આ કોચ ત્રણ સપ્તાહ બાદ એટલે કે, 31 ડિસેમ્બર આસપાસ મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચશે.

જણાવી દઈએ કે, આ પહેલા 21 સપ્ટેમ્બરે પણ એક કોચ આવ્યો હતો. જાન્યુઆરી 2019થી વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી પ્રથમ તબક્કામાં મેટ્રો ટ્રેનને દોડતી કરાશે. 34 કિલોમીટરની  દોડનારી ટ્રેન દરેક સ્ટેશન પર 30 સેકન્ડ માટે રોકાશે. જેમાં 40-50 લોકો બેસી શકશે તેમજ 250 લોકો ઉભા રહી શકશે.

જણાવી દઈએ કે, મેટ્રો ટ્રેનના 96 કોચ માટે 1050 કરોડના ખર્ચે દક્ષિણ કોરિયાની કંપનીને ઓર્ડર આપવામાં આવ્યો છે. પીક અવર દરમિયાન દર બે મિનિટે ટ્રેનનું સંચાલન કરવામાં આવશે.