Not Set/ મોડાસાના ગઢા અદાપુર પાસેની મેશ્વો નદીમાં એક પોલીસ જવાન તણાયો

રાજયમાં ભારે વરસાદને વરસી રહ્યો છે ત્યારે અરવલ્લીના મોડાસાના ગઢા અદાપુર પાસેની મેશ્વો નદીમાં એક પોલીસ જવાન તણાયો હોવાની ઘટના સામે આવી છે. આ પોલીસ જવાન ફરજ પરથી પોતાના ઘર તરફ પરત ફરતા હતા તે સમયે તણાયા હોવાનું બહાર આવ્યું છે.આ પોલીસ જવાન મોડાસા SOGમાં ફરજ બજાવતો હતો.જો કે વહેલી સવારે મેશ્વો નદીના બ્રિઝ પરથી […]

Gujarat

રાજયમાં ભારે વરસાદને વરસી રહ્યો છે ત્યારે અરવલ્લીના મોડાસાના ગઢા અદાપુર પાસેની મેશ્વો નદીમાં એક પોલીસ જવાન તણાયો હોવાની ઘટના સામે આવી છે. આ પોલીસ જવાન ફરજ પરથી પોતાના ઘર તરફ પરત ફરતા હતા તે સમયે તણાયા હોવાનું બહાર આવ્યું છે.આ પોલીસ જવાન મોડાસા SOGમાં ફરજ બજાવતો હતો.જો કે વહેલી સવારે મેશ્વો નદીના બ્રિઝ પરથી બાઇક અને પોલીસ જવાનની પેન મળી આવતા સ્થાનિકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. જેને લઈ મોડાસા ફાયર ફાઈટર તરવૈયાની ટિમ અને જીલ્લા પોલીસ સહિત મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રેસ્કયુ હાથ ધર્યું હતું જ્યાં પોલીસ કોન્સ્ટેબલની લાશ મળી આવી હતી અને પીએમ માટે મોડાસા ખસેડવામાં આવી હતી. આ દુખદ ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો