Not Set/ રાજકોટ: ટ્રાફિક બ્રિગેડનો જવાન લાંચ લેતો વિડીયો વાયરલ

રાજકોટ, શહેરમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની બેદરકારી તેમજ દાદાગીરીના વિડીયો અગાઉ અનેકવાર સામે આવી ચુક્યા છે. ત્યારે હાલ ટ્રાફિક બ્રિગેડનો જવાન લાંચ લેતો હોવાનો વિડીયો સોશિયલ મિડિયામાં વાઈરલ થયો છે. આ વિડિયો રાજકોટ શહેરના માલવીયા ચોક વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વિડિયોમાં ટ્રાફિક બ્રિગેડનો જવાન એક્ટિવા પર બેઠો છે. જ્યાં એક યુવાન પાસે આવીને […]

Gujarat Rajkot Videos

રાજકોટ,

શહેરમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની બેદરકારી તેમજ દાદાગીરીના વિડીયો અગાઉ અનેકવાર સામે આવી ચુક્યા છે. ત્યારે હાલ ટ્રાફિક બ્રિગેડનો જવાન લાંચ લેતો હોવાનો વિડીયો સોશિયલ મિડિયામાં વાઈરલ થયો છે.

આ વિડિયો રાજકોટ શહેરના માલવીયા ચોક વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વિડિયોમાં ટ્રાફિક બ્રિગેડનો જવાન એક્ટિવા પર બેઠો છે. જ્યાં એક યુવાન પાસે આવીને તેને લાંચની રકમ આપે છે. હાલ પોલીસે આ વિડીયોને લઈને તેમજ ખરેખર આ વિડિયોમાં કેટલી સચ્ચાઈ છે, તે જાણવા માટે તપાસ હાથ ધરી છે.