ભારતીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મ્યાનમાર પ્રવાસ પર છે. મ્યાનમારમાં એમણે એગ્રીકલ્ચરલ રિસર્ચ અને એજ્યુકેશન માટે આધુનિક સેન્ટર અર્પણ કર્યું છે.
આ આધુનિક સેન્ટરનું નિર્માણ બંને દેશો વચ્ચે થયેલાં MOU અંતર્ગત કરવામાં આવ્યું છે. આ MOU રિસર્ચ માટે અને મ્યાનમારનાં વિધાર્થીઓ અને વૈજ્ઞાનિકોની કાર્યક્ષમતા વધારવા માટે થયો હતો.
આ એગ્રીકલ્ચરલ રિસર્ચ અને એજ્યુકેશન આધુનિક સેન્ટર મ્યાનમારનાં લોકો માટે બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા – મ્યાનમાર ફ્રેન્ડશીપ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને ભારત સરકાર દ્વારા ફંડ આપવામાં આવ્યું છે.
President #RamNathKovind dedicates Advanced Centre for Agricultural Research and Education to the people of #Myanmar. It was established as per MOU between both countries for research & capacity building of Myanmar students and scientists.#AIRPics: Anshuman Mishra pic.twitter.com/NirBMDsYju
— All India Radio News (@airnewsalerts) December 12, 2018
આ આધુનિક સેન્ટર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ રિસર્ચની ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટીટયુટ અને યેઝીન એગ્રીકલ્ચરલ યુનિવર્સીટીની પાર્ટનરશીપમાં ચલાવવામાં આવશે.
આ સિવાય ઇન્ડિયા – મ્યાનમાર ફ્રેન્ડશીપ પ્રોજેક્ટ અંતર્ગત રાઈસ બાયો પાર્કની પણ ભેટ આપવામાં આવી છે.
Indo Myanmar Rice Bio Park dedicated to the people of #Myanmar by the President of India #RamNathKovind.#AIRPics: Anshuman Mishra pic.twitter.com/lBMAnFnuvH
— All India Radio News (@airnewsalerts) December 12, 2018
