Not Set/ ઇશા અંબાણી આજે આનંદ પિરામલ સાથે લેશે સાત ફેરા, જાણો લગ્નની પૂરી Details

મુંબઇ, મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઇશા અંબાણી આજે આનંદ પિરામલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્ન માટેનો તેમનું ઘર એન્ટીલિયાને દુલ્હનના જેમ શણગારવામાં આવ્યું છે. એન્ટીલિયાના કેટલાક નવા ફોટા સામે આવ્યા છે. જેમાં તેમનું ઘર ખૂબ જ સુંદર ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે લગ્ન પહેલા ઉદયપુરમાં ઇશા-આનંદની સંગીત […]

Uncategorized

મુંબઇ,

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઇશા અંબાણી આજે આનંદ પિરામલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્ન માટેનો તેમનું ઘર એન્ટીલિયાને દુલ્હનના જેમ શણગારવામાં આવ્યું છે. એન્ટીલિયાના કેટલાક નવા ફોટા સામે આવ્યા છે. જેમાં તેમનું ઘર ખૂબ જ સુંદર ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે લગ્ન પહેલા ઉદયપુરમાં ઇશા-આનંદની સંગીત સેરેમની કરવામાં આવી હતી. જેમાં બોલિવૂડ-હોલિવૂડ સેલિબ્રિટીઝથી લઈને રાજનેતા સુધી તમામ લોકો હાજર રહ્યા હતા. આ સાથે બધાએ ખુબ જ ડાન્સ પણ કર્યો હતો. આ સંગીત સેરેમનીના ઘણા ફોટો અને વીડીયો સામે આવ્યા છે અને હજુ સુધી વાયરલ થઇ રહ્યા છે.

https://www.instagram.com/p/BrQveyRHT_W/?utm_source=ig_embed

 લગ્નમાં હશે ઓછા મહેમાનો…

સંગીત સેરેમનીમાં જે રીતે આટલા સેલિબ્રિટીઝ આવ્યા હતા. અએ જોતા આજે લગ્નમાં ઓછા મહેમાન હશે. એવા ન્યુઝ મળી રહ્યા છે કે 600 જેટલા મહેમાન આ લગ્નમાં સામિલ થશે. જેમાં વધારેમાં વધારે બંનેના પરિવારજનો અને મિત્રો હશે.

સુરક્ષા પૂરો બંદોબસ્ત કરવામાં આવ્યો છે….

લગ્ન અંબાણીના આવાસ ‘એન્ટીલિયા’માં થશે. આ દરમિયાન પુરા એરિયામાં સુરક્ષાનો પૂરો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર યાતાયાત પોલીસે કહ્યું કે મહેમાનો આવા-જવા માટે સવારે ટ્રાફિક જામ થઇ શકે છે.