અરવલ્લી,
પેપરલીક કૌભાંડ મામલે વધુ એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. આ શખ્સનું નામ સુરેશ પંડ્યા છે જે બાયડા ગામનો રહેવાસી છે. જેની ગાંધીનગર પોલીસે અટકાયત કરી છે.
https://api.mantavyanews.in/gujarat-ahmedabad-lrd-paper-leak-all-those-involved-in-the-paper-leak-will-be-blacklisted/
આ પકડાયેલ શખ્સ અગાઉ ગેરકાયદે નેશનલના સ્પોર્ટના સર્ટિફિકેટનું સેટિંગ કરતો હતો. તેમજ આંતરરાજ્ય ગેંગ સાથે પણ સંડોવાયેલો હતો.
પેપર લીક કાંડ મામલે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા અલ્પેશ ઠાકોરની ન્યાય યાત્રા : મોટી સંખ્યામાં જોડાયા વિદ્યાર્થીઓ
આ વાત ધ્યાને આવતા તેની અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પેપરલીક કૌભાંડમાં એક પછી એક એમ ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે આ તપાસનો રેલો ક્યાં સુધી પહોંચશે.
LRD પેપર લીક મામલો : મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકીની પોલીસે મહીસાગરથી કરી ધરપકડ
ચકચારી કૌભાંડમાં બાયડ ભાજપના નેતા મનહર પટેલની ધરપકડ બાદ બાયડ ભાજપના અન્ય નેતા પૂર્વ મહામંત્રી જ્યેન્દ્ર રાવલની પણ સંડોવણી સામે આવી હતી. ચર્ચાઇ રહ્યું છે કે પેપર લીડ કાંડમાં સંડોવાયેવા અનેક લોકો ભૂગર્ભમાં જતા રહ્યાં છે.
