Surendranagar News/ સાયલા બ્રહ્મપુરીમાં સગીરાઓ પર અત્યાચારનો પોલીસ પર આરોપ, પરિવાર ન્યાયની માંગણી સાથે SP ઓફિસ પહોંચ્યો

એવો આરોપ છે કે પોલીસે આ સગીરાઓને સાત દિવસ સુધી ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખી, માર માર્યો અને ચોરીનો ગુનો કબૂલ કરાવવા માટે તેમને વીજળીના ઝટકા આપ્યા.

Top Stories Gujarat Breaking News

Surendranagar News:સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના સાયલા (Sayla) તાલુકામાં રહેતી ત્રણ સગીર છોકરીઓ પર મોરબી પોલીસ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઘટનાથી સ્થાનિક સમુદાયમાં રોષ ફેલાયો છે અને પીડિત પરિવાર ન્યાયની માંગણી સાથે સુરેન્દ્રનગર એસપી ઓફિસ, કલેક્ટર ઓફિસ અને રેન્જ આઈજી પહોંચીને પોતાનો કેસ રજૂ કર્યો છે. આ કેસમાં મોરબી પોલીસની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થયા છે.

મળતી માહિતી મુજબ, બ્રહ્મપુરીમાં રહેતા દેવીપૂજક સમુદાયનો એક પરિવાર કામ માટે મોરબી ગયો હતો. આ દરમિયાન મોરબી પોલીસે તેમની ત્રણ સગીર દીકરીઓને ચોરીનો આરોપ લગાવીને કસ્ટડીમાં લીધી હતી. એવો આરોપ છે કે પોલીસે આ સગીરાઓને સાત દિવસ સુધી ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખી, માર માર્યો અને ચોરીનો ગુનો કબૂલ કરાવવા માટે તેમને વીજળીના ઝટકા આપ્યા. આ ઉપરાંત, પરિવારનો આરોપ છે કે પોલીસે સગીરાઓને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી. આ ઘટના પછી, ત્રણેય સગીરાઓની હાલત બગડી ગઈ હતી અને તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારનો આરોપ છે કે પોલીસે આ સગીરો પર ક્રૂરતાપૂર્વક ત્રાસ ગુજાર્યો હતો, જેના કારણે તેમની માનસિક અને શારીરિક સ્થિતિ ગંભીર બની ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગર : જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું

આ પણ વાંચો:સુરેન્દ્રનગર : બિસ્માર રસ્તાઓને લઇ પ્રાંત અધિકારી લાલઘૂમ

આ પણ વાંચો:સુરેન્દ્રનગરનાં મુળીમાં વીજળી પડતા 48 ઘેટા-બકરા મોતને ભેટ્યા