ઉપલેટા,
સીએમ રૂપાણીને ફોર્મ ભરતી વખતે આશીર્વાદ આપનારા અજીમાનું નિધન થયુ છે. અજીમાનું 127 વર્ષની જેફ વયે નિધન થયુ છે. ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી રૂપાણીએ અજીમાને ખાસ બોલાવ્યા હતા.
ઉપલેટાનાં કૈલાશનગરમાં રહેતાં વિશ્વના સૌથી મોટી ઉંમરવાળા અજીબેન ચંદ્રવાડીયાનું શનિવારના રોજ અવસાન થયું હતું. આ અજીબેનની ગત વિધાનસભા ચૂંટણીમાં વિશ્વના સૌથી મોટી ઉંમરનાં મતદાર તરીકેની યાદીમાં સામેલ હતાં.

કલેક્ટર વિક્રાંત પાંડેએ તેમને મતદાન મથક સુધી લાવવાની ખાસ વ્યવસ્થા કરી હતી. અજીમા તેમના ચાર ચાર પૌત્રો સાથે રહેતા આહિર સમાજના ચંદ્રવાડિયા પરિવારોમાંથી આજીમાનો ૬૫ સદસ્યોનો પરિવાર હતો.
આટલી ઉંમરમાં પણ તેઓ બોલી ચાલી કે સાંભળી શકતા હતા અને કામ પણ કરી શકતા હતાં. રાજાશાહી અને લોકશાહી જોનાર 127 વર્ષના અજીમા ચંદ્રવાડિયા આઝાદી કાળથી મતદાન કરતા આવતા હતા. તેમના પરિવારના કહેવા મુજબ તેમણે જિંદગીમાં ક્યારેય પણ દવાખાનું જોયુ નહોતું. સમસ્ત આહીર સમાજ તેમજ સમસ્ત પરિવાર માટે ખૂબ જ ગૌરવની વાત હતી.
