- અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા
- નવા ટેરર મોડ્યુઅલનો પર્દાફાશ કર્યો
- 4 આરોપીઓ સામે ગુનો નોંધાયો
- રીઢા આરોપીઓ આંતકી પ્રવૃતિમાં
- આંતકી સંગઠનો સાથે સંડોવણીની તપાસ
- આગચંપી આંતકી ષડ્યંત્રનો ખુલાસો
- આગ લગાવવા પૈસા દુબઈથી આવ્યા હતા
- કાલુપુરમાં આગની ઘટનામાં આતંકી ષડ્યંત્રનો ખુલાસો
- રેવડી બજારમાં 20મી માર્ચે આગ લાગી હતી
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નવા ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. સાથે સાથે 3 આરોપીઓની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. સ્થાનિક રીઢા આરોપીઓને આતંકી સંગઠન સાથે જોડવામાં આવતા હતા. ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ બાદ પુછપરછમાં ખુલાસો થયો છે. આરોપી કયા સંગઠન સાથે સંકળાયેલા તે પ્રશ્નમાં જાહેરાત કરાઇ.
આ પણ વાંચો :સુરતમાં કચરાની ગાડીમાં લઇ જવાયા વેન્ટીલેટર, સામે આવી તસવીર
ઝડપાયેલ આરોપી માર્ચ મહિનામાં રેવડી બજારમાં પાંચ દુકાનમાં આગ લગાડી હતી. આગ લગાડવા માટે દોઢ લાખ રૂપિયા હવાલા અર્થે આવ્યા હોવાનું સામે આવ્યું છે. દુબઈથી વાયા મુંબઈ અને મુંબઈથી અમદાવાદ હવાલો આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો :CM રૂપાણીના ભાઈનો પરિવાર કોરોનાની ઝપેટમાં, 5 સભ્યો થયા હોમ આઇસોલેટ
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે દેશની આંતરિક સુરક્ષાને જોખમ ઉભું કરનારા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ક્રાઇમ બ્રાંચને તપાસ દરમિયાન સીસીટીવીમાં કેટલા શખ્સો પેટ્રોલની બોટલ લઈ જતા નજર પડ્યા હતા. એક્ટિવા પર જતાં લોકો નજર પડતા તપાસ કરતા નવા ટેરર મોડ્યુલ પર્દાફાશ થયો છે.
આ પણ વાંચો :સુરતમાં કોરોના વોરિયર્સ કોરોનાની ઝપટમાં
