સુરત,
સુરતના બારડોલીમાં દિપડાને રેસ્ક્યું કરવામાં આવ્યો હતો. 5 માસના દિપડાને સ્થાનિકોએ ભારે જહેમત બાદ કૂવામાંથી બહાર કાઢ્યો હતો અને પાંજરે પૂર્યો હતો.
ઉલ્લેખનીય છે કે બારડોલીના બેડી ફળીયા ગામે દિપડો આવી ગયો હતો. આ દરમિયાન હરિબાવા મંદિર નજીક ખુલ્લા કૂવામાં આ દિપડો ખાબક્યો હતો. દિપડો કૂવામાં ખાબક્યો હોવાની જાણ થતાં સ્થાનિકો દોડતા થઇ ગયા હતા અને ભારે જહેમત બાદ કૂવામાંથી બહાર કાઢીને રેસ્કયું કર્યો હતો.
