Not Set/ ગીતા જયંતિ ૨૦૧૮ : વાંચો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના આ મહાન ઉપદેશો

શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. દર વર્ષે ૧૮ ડીસેમ્બરને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોક અને ઉપદેશ આજે પણ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આજે પણ તેમનું એટલું જ મહત્વ છે જેટલું કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધ દરમ્યાન હતું. દ્વાપર યુગમાં આજના દિવસે ભગવાને મોક્ષ આપનારી ગીતાનો ઉપદેશ આપ્યો હતો.આજના દિવસને ગીતા જયંતિ […]

Top Stories Trending

શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે.

દર વર્ષે ૧૮ ડીસેમ્બરને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોક અને ઉપદેશ આજે પણ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આજે પણ તેમનું એટલું જ મહત્વ છે જેટલું કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધ દરમ્યાન હતું.

દ્વાપર યુગમાં આજના દિવસે ભગવાને મોક્ષ આપનારી ગીતાનો ઉપદેશ આપ્યો હતો.આજના દિવસને ગીતા જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે.

ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પુરતો સીમિત ન રહેતા પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. હિંદુ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે, પરંતુ ગીતાનું મહત્ત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે.

મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે, જેમાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકો છે. પૂરી ગીતા, થોડા શ્લોકોના અપવાદ સિવાય, અનુષ્ટુપ છંદમાં છે. ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે ૩૦૬૬ માનવામાં આવે છે.

ગીતાના શ્લોકના ઉપદેશથી જેમ ભગવાને અર્જુનને રાહ બતાવી હતી તેમ આજે પણ મનુષ્યને રાહ બતાવવામાં આ ઉપદેશની  અહમ ભૂમિકા છે.

ભગવાન કૃષ્ણએ આજથી આશરે સાત હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. ગીતા જયંતિના દિવસે ઘર અને મંદિરમાં ગીતાને વાંચવામાં આવે છે. ગીતાનું મહત્વ મનુષ્યજીવનમાં અનેરું રહ્યું છે.

આ છે ગીતાના મહત્વના ઉપદેશો

કર્મ કરો, ફળની ચિંતા ન કરો

આત્મા ના કોઈ શસ્ત્રથી તૂટે છે, ના કોઈ આગમાં સળગે છે

કર્મથી વધારે કઈ જ નથી

બુદ્ધિનો નાશ થવાથી મનુષ્ય પોતાનો નાશ પણ કરી બેસે છે

જયારે-જયારે અધર્મ વધશે, ત્યારે-ત્યારે હું જન્મ લઈશ

ધર્મની સ્થાપના માટે હું દરેક યુગમાં જન્મ લેતો આવ્યો છુ

ઇન્દ્રિયો પર સંયમ રાખનાર મનુષ્યને જ શાંતિની પ્રાપ્તિ થાય છે

દુઃખી ન થાઓ, મારા શરણે આવો, હું તમને દરેક પાપમાંથી મુક્તિ અપાવીશ

મનુષ્ય જે મનથી મારું નામ લે છે તેવું જ ફળ તેને આપીશ