ટોરેન્ટો,કેનેડા,
નાતાલ નજીક આવી રહી છે ત્યારે તેની ઉજવણી માટે ખ્રિસ્તીઓ સહિત બીજા ધર્મના લોકો પણ તૈયારી કરે છે.નાતાલમાં ક્રિસમસ ટ્રીનું મહત્વ ઘણું હોય છે. વર્ષ ભર લીલું છમ રહેતું ક્રિસમસ ટ્રી જીવનનું પ્રતીક ગણાય છે. માનવીના જીવનને ટકાવી રાખવા ફળફૂલ અને વૃક્ષો મહત્ત્વનો ભાગ ભજવે છે.
દુનિયામાં કેટલાંક પરિવારો એવા છે જેમના ઘરે 65 કરતાં પણ વધુ વર્ષોથી ક્રિસમસ ટ્રી છે.આજે આપણે આવા પરિવારોની વાત કરવાની છે.
80 વર્ષ જુના ક્રિસમસ ટ્રીની હરાજી થશે

કેનેડા એક પરિવારમાં 80 વર્ષ જુનું ક્રિસમસ ટ્રી છે જેને હવે હરાજીમાં વેચવામાં આવશે.કેનેડાના મારખામ શહેરમાં રહેતાં 74 વર્ષના સ્ટીવ રોઝના ઘરે 1937થી આ ક્રિસમસ ટ્રી છે.જો કે હવે સ્ટીવના ઘરનું આ ટ્રી એન્ટીક તરીકે હરાજીમાં વેચાવવા જઇ રહ્યું છે.જો કે તેની કિમત વિશે ફોડ પાડવામાં નથી આવ્યો.સ્ટીવ કહે છે કે મારા મોત પછી આ ટ્રીનું શું થશે તેનો ભરોસો નથી એટલે હું તેને હરાજીમાં આપી રહ્યો છું.
92 વર્ષથી એક જ રૂમની શાન રહ્યું છે આ ટ્રી

કેનેડમાં જ રહેતાં ડેરેક સ્ટેનટોનના ઘરે 92 વર્ષથી ક્રિસમસ ટ્રી છે.5 ડિસેમ્બરે જન્મેલા અને 92 વર્ષના થયેલાં ડેરેકને તેમની પહેલી વર્ષગાંઠ પર તેમના માતા પિતાએ ક્રિસમસ ટ્રી ભેટ આપેલું.ડેરેક કહે છે કે છેલ્લાં 92 વર્ષથી આ જ ક્રિસમસ ટ્રી એક જ રૂમને સજાવી રહ્યું છે.ડેરેકની 52 વર્ષની પુત્રી સેલી કહે છે કે ક્રિસમસ ટ્રી સાચવવાની કૌટુંબિક પરંપરાને અમે આગળ વધારીશું.આ ટ્રી સાથે મારા માતા-પિતાની અનેક યાદો જોડાયેલી છે.
68 વર્ષના આ ક્રિસમસ ટ્રીને જોવા અનેક લોકો આવતા

વેલ્સની કાઉન્ટી ગણાતા પેમબ્રુકશાયરમાં રહેતાં 71 વર્ષના જેનેટ ફીલીપના ઘરે 1950થી ક્રિસમસ ટ્રી છે.જેનેટ કહે છે કે અમે જંગલમાંથી સાચા ક્રિસમસ ટ્રીને કાપીને લાવ્યા હતા અને પછી તેને સજાવ્યું હતું.તે સમયે અમે ક્રિસમસ ટ્રીને બબલ્સથી સજાવ્યું હતું જેને જોવા અનેક લોકો આવતા.જો કે મારા પિતાએ આ ક્રીસમસ ટ્રી સામે ક્યારેય કેન્ડલ સળગાવી નથી કેમ કે તેમને ડર હતો કે તે સળગી ના જાય.છેલ્લા 67 વર્ષથી આ ક્રિસમસ ટ્રી અમારા પરિવારનું સભ્ય બની રહ્યું છે.
