પ્રિન્સ હેરીના પત્ની મેગન માર્કલ હાલ ગર્ભવતી છે. પ્રિન્સેસ મેગન માર્કલના પિતા થોમસ માર્કલે રાણી એલીઝાબેથને પત્ર લખ્યો છે.મહારાણી એલીઝાબેથને પત્ર લખીને તેમણે પોતાની દીકરી સાથે વાત કરવા અંગે વિંનતી કરી છે.

આ વર્ષના મે મહિનામાં રાણી એલીઝાબેથના પૌત્ર પરીસ હેરી અને પૂર્વ અમેરિકન એક્ટ્રેસ મેગન માર્કલ લગ્નગ્રંથીમાં જોડાયા હતા.
મેગન માર્કલના પિતા થોમસનું સ્વાસ્થ્ય ખરાબ હોવાને લીધે તેઓ આ લગ્નમાં હાજરી આપી શક્યા નહતા.

સુત્રોના જણાવ્યા પ્રમાણે બાપ-દીકરીમાં છેલ્લા ઘણા સમયથી બોલાચાલી બંધ છે. આ જ કારણોસર થોમસ તેમની દીકરીના લગ્નમાં આવ્યા નહતા.
એક અમેરિકન ટીવી શોમાં મેગન માર્કલના પિતા લાઈટીંગ ડાયરેક્ટર છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા ઘણા મહિનાથી તેમણે પોતાની દીકરી સાથે વાત કરી નથી. તેઓ તેમના ફોન કે મેસેજનો પણ કોઈ જવાબ નથી આપી રહ્યા.
થોમસ માર્કલને લાગી રહ્યું છે કે તેમના પત્રથી રાણી એલીઝાબેથ તેમની પરિવારની સમસ્યાને ચોક્કસથી હલ કરશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે મેગને તેમને ક્રિસમસ કાર્ડ પણ નથી મોકલ્યું પરંતુ તેમને આશા છે કે તેઓ આ સંબંધને સુધારી શકે છે. તેઓ તેમની દીકરીને ખુબ પ્રેમ કરે છે જે મેગન સારી રીતે જાણે છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે વસંત ઋતુમાં રોયલ પરિવારમાં નવા મહેમાનનું આગમન થવાનું છે.
