Not Set/ અગસ્ટા વેસ્ટલેન્ડ કેસ: મિડલમેન મિશેલનાં વકીલે કહ્યું, તપાસમાં તેઓ સહકાર આપી રહ્યાં છે

અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ કેસનાં મિડલમેન ક્રિસ્ટીન મિશેલની બેલ માટેની અરજીનો CBI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપી મિડલમેનનાં વકીલ એ કે જોસેફે જણાવ્યું કે, તેઓ તપાસમાં સહકાર આપી રહ્યાં છે. વકીલે કહ્યું કે, મિશેલને નબળાઈ લાગી રહી છે. છેલ્લાં 5 મહિનાથી તેઓ દુબઈમાં કસ્ટડીમાં પણ હતા. અમે બેલ માટેની કોઇપણ […]

Top Stories India

અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ કેસનાં મિડલમેન ક્રિસ્ટીન મિશેલની બેલ માટેની અરજીનો CBI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપી મિડલમેનનાં વકીલ એ કે જોસેફે જણાવ્યું કે, તેઓ તપાસમાં સહકાર આપી રહ્યાં છે.

વકીલે કહ્યું કે, મિશેલને નબળાઈ લાગી રહી છે. છેલ્લાં 5 મહિનાથી તેઓ દુબઈમાં કસ્ટડીમાં પણ હતા. અમે બેલ માટેની કોઇપણ શરત માટે તૈયાર છીએ. તમે પહેલાં જ બીજા આરોપીઓની બેલ મંજુર કરી દીધી છે.

એ કે  જોસેફ યુથ કોંગ્રેસનાં લીડર છે અને તેઓ આ કેસમાં મિશેલનાં વકીલ પણ છે. એમણે કહ્યું કે, CBI એ દુબઈમાં મિશેલને પાંચ વખત સવાલ જવાબ કર્યા હતા. દિલ્લીમાં પણ 15 દિવસ સુધી સવાલો કર્યા હતા. વકીલે કહ્યું કે , મિશેલ ડિસ્લેક્સીયાથી પીડાઈ રહ્યાં છે.

આ બીમારીમાં વ્યક્તિ સરખી રીતે વાંચી અથવા સમજી શકતો નથી. પરંતુ એમની સામાન્ય બુદ્ધિ પર એની અસર થતી નથી.

વકીલે કહ્યું કે, મિશેલ ડિસ્લેક્સીયાથી પીડાઈ રહ્યાં છે છતાં એમને કરસ્યુ અક્ષરમાં લખવા માટે કહેવામાં આવ્યું હતું.