Not Set/ લોનમાફી અંગે ગુજરાત-અસમના CM જાગ્યા, “વડાપ્રધાન ક્યારે જાગશે” : રાહુલ ગાંધી

નવી દિલ્હી, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપના એકચક્રી શાસનનો અંત આવ્યા બાદ બંને રાજ્યોમાં કોંગ્રેસમી સરકાર બનવાની સાથે જ રાહુલ ગાંધીએ ખેડૂતોનું દેવું માફ કર્યું છે અને પોતાનું વચન નિભાવ્યું છે, ત્યારબાદ હવે તેઓએ પીએમ મોદી પર હુમલો બોલ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું, “કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતની લોન માફ કરીને ગુજરાત અને અસમના મુખ્યમંત્રીઓને જગાડી દીધા છે, […]

Top Stories India Trending

નવી દિલ્હી,

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપના એકચક્રી શાસનનો અંત આવ્યા બાદ બંને રાજ્યોમાં કોંગ્રેસમી સરકાર બનવાની સાથે જ રાહુલ ગાંધીએ ખેડૂતોનું દેવું માફ કર્યું છે અને પોતાનું વચન નિભાવ્યું છે, ત્યારબાદ હવે તેઓએ પીએમ મોદી પર હુમલો બોલ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું, “કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતની લોન માફ કરીને ગુજરાત અને અસમના મુખ્યમંત્રીઓને જગાડી દીધા છે, પરંતુ પ્રધાનમંત્રી હજી પણ ઉંઘમાં છે“.

પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી શાનદાર જીત બાદ રાહુલ ગાંધી બહેન પ્રિયંકા વાડ્રા, રોબર્ટ વાડ્રા અને તેઓના બાળકો સાથે શિમલામાં રજા મનાવી રહ્યા છે. આ દરમિયાન જ બુધવારે તેઓએ એક ટ્વિટ કર્યું હતું અને આ હુમલો બોલ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ખેડૂતોની લોન માફ કર્યા બાદ ગુજરાત અને અસમની ભાજપ સરકારે ખેડૂતોને રાહત આપી છે.

ગુજરાતમાં CM રુપાણીએ ખેડૂતોના ૬૨૫ કરોડ રૂપિયાનું વીજળીનું બીલ માફ કર્યું છે, જયારે અસમમાં સરકાર ખેડૂતો માટે લોનમાફી કરવાની ઘોષણા કરાઈ છે, જેમાં ખેડૂતોની વધારેમાં વધારે ૨૫ હજાર રૂપિયાનું દેવું માફ કરવામાં આવશે.