Not Set/ મહાગઠબંધન પર ચંદ્રાબાબુએ ફોડ્યો બોમ્બ, કહ્યું, “મજબૂરીમાં પકડ્યો કોંગ્રેસનો હાથ”

વિશાખાપટ્ટનમ, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થયાની સાથે જ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ૨૦૧૯માં યોજાનારી લોકસભા  ચૂંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, ત્યારે આ વચ્ચે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું, “લોકશાહી, બંધારણ અને દેશને બચાવવા માટે અમે બધા એક થઇ રહ્યા છે. તેલુગુ દેશમ પાર્ટીએ દેશની રાજનીતિમાં મહત્વનું […]

Top Stories India Trending

વિશાખાપટ્ટનમ,

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થયાની સાથે જ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ૨૦૧૯માં યોજાનારી લોકસભા  ચૂંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, ત્યારે આ વચ્ચે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું, “લોકશાહી, બંધારણ અને દેશને બચાવવા માટે અમે બધા એક થઇ રહ્યા છે. તેલુગુ દેશમ પાર્ટીએ દેશની રાજનીતિમાં મહત્વનું યોગદાન આપ્યું છે, પરંતુ કોંગ્રેસનો હાથ લોકતાંત્રિક મજબૂરીમાં પકડ્યો છે”.

संबंधित इमेज

ઇન્ડિયા ટુડે કોન્કલેવ સાઉથ ૨૦૧૮માં તેઓએ કહ્યું, “૨૦૧૯ની ચૂંટણી પછી તમામ પાર્ટીઓ પ્રધાનમંત્રી નક્કી કરીશું. મારી કોઈ કોશિશ નથી કે ચૂંટણી પહેલા મારૂ નામ પ્રધાનમંત્રી બનવા માટે ચર્ચાય કારણ કે મને PM બનવામાં કોઈ રસ નથી. આ પહેલા મને ૧૯૯૬માં પ્રધાનમંત્રી બનવા માટે આમંત્રણ મળ્યું હતું, પરંતુ હું એ ઇન્કાર કર્યો હતો”.

કેન્દ્રની મોદી સરકાર અંગે તેઓએ કહ્યું, “મોદી અને NDA સરકારથી સમગ્ર દેશ હેરાન છે. દેશના ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય વ્યક્તિ પરેશાન છે”.

આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ગુમરાહ કર્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીના પરિણામ બતાવે છે કે, વર્તમાન સમયમાં મોદી અને NDA પરથી લોકોનો ભરોષો ઉઠી ચુક્યો છે.