સુરત,
પીપલોદ રોડની હોટલ ઓયસ્ટરમાં મહીલાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ હતી. મહિલાઓની હાઈફાઈ રેવ પાર્ટી પર પોલીસે રેડ પાડી હતી. ૪૦ માલેતુજાર મહીલાઓ બિઝનેસમેન ગોપાલ શેખાવતના ભત્રીજાની પાર્ટીમાં આવી હોવાનું જાણવા મળ્યુ હતુ. પીપલોદની ઓઇસ્ટર હોટેલમાંથી 21મી ડિસેમ્બર 2018ની રાત્રે ઉમરા પોલીસના હાથે ઝડપાયેલી દારુના નશામાં ચૂર બનેલી 21 માલેતુજાર મહિલાઓના કેસમાં દર કલાકે નવી નવી ચર્ચા સામે આવી રહી છે.
સુરતના હાઈપ્રોફાઈલ એલિટ ક્લાસની 21 મહિલાઓ દ્વારા હોટલ ઓઇસ્ટરમાં 21મીએ મહિલાઓ દારુની પાર્ટી કરવાની છે એવી બાતમી પોલીસને 5 દિવસ પહેલાથી જ આપી દેવામાં આવી હતી. ઓઇસ્ટર હોટેલમાંથી ઝડપાયેલી મહિલાઓની એક કિટ્ટી ચાલી રહી છે.
આ કિટ્ટીમાં કેટલાક ડિસ્પ્યૂટને કારણે કેટલીક મહિલાઓને 21મી ડિસેમ્બરની ઓઇસ્ટર હોટેલની પાર્ટીમાંથી બાકાત રાખવામાં આવી હતી. જેના કારણે પણ કિટ્ટી ગ્રુપમાં અંદરો-અંદર નારાજગી ઉભી થઈ હતી અને બાદમાં એક મહિલા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને દારૂની પાર્ટી અંગે જાણ કરી દેવામાં આવી હતી,
પોલીસ કમિશનરને ફોન કરીને જાણ કરી દેતા પોલીસ હરકતમાં આવી હતી
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ તુરંત કોઈ એક્શન લેવામાં નહિ આવતા મહિલાએ પોલીસ કમિશનરને ફોન કરીને જાણ કરી દેતા પોલીસ હરકતમાં આવી હતી અને પાર્ટીને સ્થળે રેડ કરવામાં આવી હતી. તી.ઉલ્લેખનીય છે કે, ઓઇસ્ટર હોટેલની પાર્ટીમાંથી બાકાત કરાયેલી મહિલા સભ્યો પૈકી એક મહિલાએ 5 દિવસ પહેલા જ સુરત પોલીસના એક ઉચ્ચ અધિકારીને બાતમી આપી દીધી હતી કે શહેરની મહિલાઓનું એક ગ્રુપ ઓઇસ્ટર હોટેલમાં દારુની પાર્ટી કરવાનું છે.
તારીખ, સમય, સ્થળ સમેત ચોક્કસ મેસેજ પોલીસ અધિકારીને મોકલી પણ દેવામાં આવ્યા હતા.અન્ય શહેર પાંચ દીવસ પહેલા જ મહિલાઓની દારૂ પાર્ટી અંગે પોલીસને બાતમી અપાઈ હતીઅમુક મહિલાઓ પ્રથમવાર જ કિટ્ટી ગ્રુપમાં આવી હતી, તેઓને ખબર ન હતી કે દારૂની પાર્ટી છે.
દારૂની મહેફિલમાં પકડાય ના હોત તો આજે બીજી એક પાર્ટીનું પણ આયોજન
આયોજક મહીલાએ જબરજસ્તી વોડકા અને વાઈન પીવડાવી હોવાની વાતો પણ સામે આવી પીપલોદની ઓઇસ્ટર હોટેલમાંથી 21મી ડિસેમ્બર 2018ની રાત્રે ઉમરા પોલીસના હાથે ઝડપાયેલી દારુના નશામાં ચૂર બનેલી 21 માલેતુજાર મહિલાઓના કેસમાં દર કલાકે નવી નવી ચર્ચા સામે આવી રહી છે.
જો પોલીસની રેડમાં 21 મહિલાઓ દારૂની મહેફિલમાં પકડાય ના હોત તો આજે ડુમસ ખાતે બીજી એક પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, આ પાર્ટીમાં ફન ફેરના નામે રાખવામાં આવી હતી, જોકે તમામ મહિલાઓ પકડાય જતા આજની પાર્ટી ઉપર પડદો પડી ગયો છે.
