Not Set/ નિક જોનસને કિસ કરીને ગર્વ મહેસુસ કરે છે પ્રિયંકા, આ છે કારણ

મુંબઇ, ભારતમાં લગ્નના શાનદાર જશ્ન પછી પ્રિયંકા ચોપરા અને નિક જોસન ન્યૂયોર્ક પરત ફર્યા છે. હવે બંને ન્યૂયોર્કમાં તેમના પરિવાર સાથે સારો સમય વિતાવી રહ્યા છે. રવિવારે તેમના પરિવારની ડિનરની એક તસ્વીર સામે આવી છે. આ ઉપરાંત, તેઓ સોશિઅલ મીડિયા પર તેઓ ન્યૂલી વેડ ફેઝનાં ફોટા પણ શેર કરતા રહે છે. હવે એક બીજી સુંદર […]

Uncategorized

મુંબઇ,

ભારતમાં લગ્નના શાનદાર જશ્ન પછી પ્રિયંકા ચોપરા અને નિક જોસન ન્યૂયોર્ક પરત ફર્યા છે. હવે બંને ન્યૂયોર્કમાં તેમના પરિવાર સાથે સારો સમય વિતાવી રહ્યા છે. રવિવારે તેમના પરિવારની ડિનરની એક તસ્વીર સામે આવી છે. આ ઉપરાંત, તેઓ સોશિઅલ મીડિયા પર તેઓ ન્યૂલી વેડ ફેઝનાં ફોટા પણ શેર કરતા રહે છે. હવે એક બીજી સુંદર તસ્વીર સામે આવી છે, જેમાં પ્રિયંકા નિકને કિસ  કરી રહી છે.

પ્રિયંકાએ સોશિઅલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે નિકને કિસ કરતા જોવા મળી રહી છે. આ સાથે, પ્રિયંકાએ એક કેપ્શન લખ્યું છે કે તે નિકને કિસ કરીને ગર્વ મહેસૂસ કરે છે. તેણે આનું કારણ પણ લખ્યું. પ્રિયંકા કહે છે કે તે નિકને કિસ કરીને સમ્માનિત મહેસૂસ કરે છે કારણ કે નિક આ ધરતીના સૌથી સ્ટાઇલિશ માણસ છે.

આપને જણાવી દઈએ કે આ મહિને પ્રિયંકા ચોપરા અને નિક જોનસે જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. લગ્ન પ્રથમ ક્રિશ્ચયન રિવાજથી કરવામાં આવ્યા હતા અને પછી હિન્દુ રિવાજથી કરવામાં  આવ્યા હતા આ પછી, પ્રિયંકા ચોપરાએ મહેમાનો માટે 3 અદભૂત રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કર્યું હતું.