નવી દિલ્હી: ભારતની વિરુદ્ધ મેલબર્નમાં રમાનારી બોક્સિંગ ડે ટેસ્ટ મેચની માટે પોતાના 15 સદસ્યો વાળી ટીમમાં ઓસ્ટ્રેલિયાએ એક સાત વર્ષીય લેગ સ્પિનરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સાત વર્ષીય લેગ સ્પિનરનો ટીમમાં સમાવેશ કરવાની બાબતની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ સાત વર્ષીય ખેલાડીનું નામ છે આર્ચી શિલર છે અને તે આ ટેસ્ટ મેચની માટે ટીમનો વાઈસ કેપ્ટન રહેશે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ આ ખેલાડીની મુલાકાત કરી છે.
Captain to Captain… Archie and @imVkohli meet in prep for the Boxing Day Test! #AUSvIND #CmonArchiehttps://t.co/Yw4UQy4xqj pic.twitter.com/f18H0CCi1y
— Make-A-Wish Australia (@MakeAWishAust) December 23, 2018
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને આર્ચીના સાતમાં જન્મદિવસના દિવસે આ જાહેરાત કરી હતી. આ ખેલાડીએ મેલબર્નમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચની અગાઉ કાંગારું ટીમની સાથે અભ્યાસ પણ કર્યો હતો.
Australia’s newest Test squad member has his whites and is warming up with the rest of the Aussie squad at training. Learn his full story HERE: https://t.co/ctXeVwWwOL pic.twitter.com/4s2EFarMoN
— cricket.com.au (@cricketcomau) December 3, 2018
આર્ચીને ટીમમાં સામેલ કરવા અંગેની પુષ્ટિ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ કરી છે અને તેને ટીમમાં સામેલ કરવામાં આવશે તે વાત આ મહિનાના પ્રારંભમાં જ સાર્વજનિક કરી દેવામાં આવી હતી. ટીમના કોચ જસ્ટિન લેંગરે તેને ફોન કરીને આ અંગેની જાણકારી આપી હતી. તે સમયે કાંગારું ટીમ યુએઈમાં પાકિસ્તાનની સામે ક્રિકેટ સિરીજ રહી રહી હતી.
Meet the newest member of the Australian Test team: https://t.co/vmcqkK0tqE @MakeAWishAust | #AUSvIND pic.twitter.com/0EMBSu4yEm
— cricket.com.au (@cricketcomau) December 23, 2018
આર્ચીનો આ કારણસર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો
આર્ચીને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો તે ‘મેક અ વિશ ઓસ્ટ્રેલિયા’ અભિયાન અંતર્ગત શક્ય બન્યું છે. આ અભિયાન અંતર્ગત ખૂબ જ મુશ્કેલીભરી પરિસ્થિતિનો સામનો કરી રહેલા બાળકોની વિશ (ઈચ્છા)ને પૂરી કરવાની કોશિશ કરવામાં આવે છે.
આર્ચી જયારે ત્રણ મહિનાનો હતો ત્યારે જાણ થઈ હતી કે, આર્ચીને દિલ (હૃદય)ની બીમારી છે. આ પછી મેલબર્નમાં તેની સર્જરી કરવામાં આવી હતી, જે સાત કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.
આ ઓપરેશનના છ મહિના પછી ફરીથી તેની ધડકન અને વાલ્વની સમસ્યા સામે આવી અને ફરીથી તેણે સર્વરની પ્રક્રિયામાંથી ગુજરવું પડ્યું હતું.
ગત વર્ષે ડિસેમ્બરમાં ફરીથી તેની બીમારી સામે આવી હતી અને ત્રીજી વખત તેની ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. પોતાના પુત્રની આવી હાલત જોઈને તેનો પરિવાર ઘણો ભયભીત હતો કારણ કે તેમને કહેવામાં આવ્યું હતું કે, કઈ પણ થઈ શકે છે.
Christmas has come early for cricket mad Archie Schiller who’ll co-captain Australia alongside Tim Paine in the iconic Boxing Day Test at the @MCG starting on Wednesday. The 7-year-old’s inclusion has been possible through @MakeAWishAust #AUSvIND #7News pic.twitter.com/Se1yuoGRLB
— 7NEWS Melbourne (@7NewsMelbourne) December 23, 2018
ખુશીઓથી ભરપૂર ક્રિસમસ
વર્ષ ૨૦૧૮ની ક્રિસમસ આર્ચીની માટે ખુશીઓથી ભરપૂર હશે, કારણ કે, તેની વિશ (ઈચ્છા) પૂરી થનારી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને કહ્યું હતું કે, આ બાળક અને તેના પરિવારે ઘણી મુશ્કેલીભર્યા દિવસો જોયા છે. જયારે આર્ચીના પિતાએ તેને પૂછ્યું કે તે શું કરવા માંગે છે તો તેણે જવાબ આપ્યો કે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનો કેપ્ટન બનવા માંગું છું. દેખીતી રીતે આવા બાળકોનું આપણી સાથે હોવું તે આપણી માટે પ્રેરણાદાયક છે. બોક્સિંગ ડે ટેસ્ટ પર અમે તેના પદાર્પણને લઈને ઘણાં ખુશ છીએ.
