Not Set/ કાબુલમાં સરકારી બિલ્ડીંગમાં હુમલો થતા ૨૯ના મોત, ૨૦ ઘાયલ

કાબુલ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સરકારી પરિસરમાં એક આત્મઘાતી હુમલો થયા હોવાના સમચાર મળ્યા છે. આ હુમલામાં ૨૯ લોકોના મૃત્યુ થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં સૈનિકોની કરેલી કપાત બાદનો આ સૌથી મોટો હુમલો છે. અત્યાર સુધી આ આત્મઘાતી હુમલાની જવાબદારી કોઈ આતંકી સંગઠને નથી લીધી. આ હુમલામાં ૨૯ લોકોના મોત અને ૨૦ લોકો ઘાયલ […]

World Trending

કાબુલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સરકારી પરિસરમાં એક આત્મઘાતી હુમલો થયા હોવાના સમચાર મળ્યા છે. આ હુમલામાં ૨૯ લોકોના મૃત્યુ થયા છે.

Afghanistan-kabul-At least 29 killed after gunmen attack government building in Kabul

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં સૈનિકોની કરેલી કપાત બાદનો આ સૌથી મોટો હુમલો છે. અત્યાર સુધી આ આત્મઘાતી હુમલાની જવાબદારી કોઈ આતંકી સંગઠને નથી લીધી. આ હુમલામાં ૨૯ લોકોના મોત અને ૨૦ લોકો ઘાયલ થયા છે.

ગૃહ મંત્રાલયના અધિકારીના કહેવા પ્રમાણે અફગાની સેનાએ ત્રણ હુમલાખોરનો ખાત્મો કરી દીધો હતો અને બિલ્ડીંગમાં ફંસાયેલા ૩૫૦થી પણ વધુ લોકોને બહાર નીકળ્યા હતા. ચોથો હુમલાખોર ધમાકામાં જ મૃત્યુ પામ્યો હતો.