રાજકોટ,
રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પાસેના બિલીયાણા ગામે તાજું જનમેલું બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સતત બીજા દિવસે બાળક ત્યજી દેવાની રાજકોટમાં બીજી ઘટના બની છે.
રાજકોટ: ભોળા ગામના પુલ નીચેથી મળી આવ્યું તાજુ જન્મેલ બાળક
રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર બીલયાળા ગામ નજીક હાઇવેની બાજુમાં જ કોઈએ બાળકને ધાબળામાં લપેટીને ત્યાજી દીધું હતું. ત્યજી દેવાયેલું નવજાત છોકરો હોવાનું માલુમ પડ્યું છે.
જન્મેલા બાળકને ત્યજી દેવાની ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે. ત્યારે હાલ તો પોલીસે બાળકને કોન તરછોડી ગયું તેની તપાસ હાથ ધરી છે.
