Not Set/ મેઘાલય : કોલસાની ખાણમાં ફંસાયેલા ૧૫ મજૂર માટે એરફોર્સે લંબાવ્યો હાથ

મેઘાલયમાં કોલસાની ખાણમાં છેલ્લા બે અઠવાડિયાથી ૧૫ મજૂર ફસાઈ ગયા છે. એનડીઆરએફની ટીમ અને બીજા બચાવકાર્યકર્તા રાત-દિવસ એક કરીને આ મજૂરને બહાર નીકાળવા માટે પરસેવો પાડી રહ્યા છે. દેશની એરફોર્સે  ફંસાયેલા લોકોને બહાર કાઢવા માટે હાથ લંબાવ્યો છે. Air Force Sources: Indian Air Force C-130J transport airport has taken off from Bhubaneswar carrying NDRF personnel […]

Top Stories India Trending

મેઘાલયમાં કોલસાની ખાણમાં છેલ્લા બે અઠવાડિયાથી ૧૫ મજૂર ફસાઈ ગયા છે. એનડીઆરએફની ટીમ અને બીજા બચાવકાર્યકર્તા રાત-દિવસ એક કરીને આ મજૂરને બહાર નીકાળવા માટે પરસેવો પાડી રહ્યા છે.

દેશની એરફોર્સે  ફંસાયેલા લોકોને બહાર કાઢવા માટે હાથ લંબાવ્યો છે.

ભારતીય એરફોર્સનું એરક્રાફ્ટ C-130J એ એનડીઆરએફની ટીમ અને જરૂરી સાધનો સાથે ભુવનેશ્વરથી ઉડાન ભરી લીધી છે. આ એરક્રાફ્ટ ગુવાહાટીમાં લેન્ડ થશે. દેશના જવાનો બપોર સુધીમાં આ ખાણ સુધી પહોચી જશે.

તો બીજી  તરફ ઓરિસ્સાની ફાયર ટીમે પણ સ્પેશ્યલ એરક્રાફ્ટ સાથે મેઘાલયમાં કોલસાની ખાણમાં  ફંસાયેલા મજૂરોને બચાવવા માટે ઉડાન ભરી લીધી છે.

૧૫ મજૂર ૩૭૦ ફૂટ ઊંડી કોલસાની ખાણમાં ફંસાયેલા છે. આ ખાણમાં પાણી ઘણે ઊંડે સુધી ભરેલું છે જે ખેંચવું ઘણું મુશ્કેલ છે.

એનડીઆરએફની ટીમે ગુરુવારે મીડિયા સામે ખંડન કર્યું હતું કે ખાણમાં ફંસાયેલા મજૂરોના મૃત્યુ થઇ ગયા હોય તેવી શંકા લાગી રહી છે કેમ કે એનડીઆરએફના જવાનો જયારે ખાણમાં ઉતર્યા હતા ત્યારે તેમણે અલગ દુર્ગંધ અનુભવી હતી.

લોકસભામાં કોંગ્રેસ નેતાએ ઉઠાવ્યો મુદ્દો 

એટલું જ નહી પરંતુ ગુરુવારે લોકસભામાં પણ ખાણમાં ફંસાયેલા મજૂરને બચાવવાનો મુદ્દો ઉઠ્યો હતો. કોંગ્રેસ નેતા વિન્સેટ પાલાએ કહ્યું કે સરકાર આ બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે જરૂરી મશીનરી ઉપલબ્ધ કરાવે.

વધુમાં તેમણે કહ્યું હતું કે સરકારે જરૂરી મશીનરી ઉપલબ્ધ કરાવવી જોઈએ અને ગેરકાનૂની ખનનને બંધ કરવું જોઈએ જેથી આવી ઘટના ફરીથી ન થાય.

મુખ્યમંત્રીએ શું કહ્યું ?

આ મામલે મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી કોનરાડ સાંગમાંએ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ખુબ જ મુશ્કેલ અને જટિલ સ્થિતિ છે. એનડીઆરએફની ટીમ તે લોકોને બચાવવા માટે કામ કરી રહી છે પરંતુ તે ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે.

વધુમાં ઉમેર્યું હતું કે પાણીનું પ્રેશર ઘણું વધારે છે જેને લીધે ગમે તેટલા પંપ લગાવી દઈએ તેમ છતાં પાણીનું સ્તર ઓછુ કરવું ઘણું મુશ્કેલ છે. અમે ઘણા પ્રયાસો કરી રહ્યા છે પરંતુ સ્તર ઘણું વધારે છે. જે દિવસે આ ઘટના બની હતી તે દિવસે મેં કેન્દ્રીય મંત્રી કિરણ રીજ્જું પાસે મદદ માંગી હતી.

રાહુલ ગાંધીએ પીએમ મોદીને કરી હતી વિનંતી 

બુધવારે રાહુલ ગાંધીએ આ મામલે ટ્વીટ કરીને પીએમ મોદી પર નિશાનો સાધ્યો હતો. તેમણે લખ્યું છે કે આશરે બે અઠવાડિયા પહેલા કોલસાની ખાણમાં ૧૫ મજૂર ફસાઈ ગયા છે. તે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હશે.

દેશના પીએમ તે લોકોને બચાવવા માટેના પ્રયત્નો કરવાને બદલે બોગીબીલ પૂલના ઉદ્ઘાટન પર કેમેરાની સામે પોઝ આપી રહ્યા છે. મોદી સરકાર હાઈ પ્રેશર પંપની વ્યવસ્થા પણ નથી કરી શકતી.

વધુમાં તેમણે લખ્યું કે વડા પ્રધાનજી મહેરબાની કરીને મજૂરોને બચાવી લો.

૭૦ ફૂટ પાણી ભરેલું છે 

આ ખાણ ૩૭૦ ફૂટ ઊંડી છે જેમાં ૭૦ ફૂટ પાણીનું સ્તર છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ખાણમાંથી ૫ લોકો બહાર આવી ગયા હતા પણ હાલ તેમનો કોઈ પત્તો નથી.

અસુરક્ષિત ખનન પ્રક્રિયાને લઈ અગાઉ પણ ૨૦૧૨માં ૧૫ સગીરો કોલસાની ખાણમાં ફસાયા હતા. જેમના શબ પણ મળ્યા ન હતા.