Not Set/ ૧૯૮૪ શીખ રમખાણ કેસ : કોર્ટની ડેડલાઇન બાદ સજ્જન કુમાર આજે કરી શકે છે સરેન્ડર

નવી દિલ્હી, વર્ષ ૧૯૮૪માં થયેલા શીખ રમખાણોના કેસમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા પોતાનો ચુકાદો આપતા ૩૪ વર્ષ બાદ કોંગ્રેસ નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને ૩૧ ડિસેમ્બર સુધીમાં સરેન્ડર કરવા માટે આદેશ આપ્યો હતો. આ ડેડલાઇન સોમવારે સમાપ્ત થઇ રહી છે ત્યારે સજ્જન કુમાર સરેન્ડર કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે,  દિલ્હીની […]

Top Stories India Trending

નવી દિલ્હી,

વર્ષ ૧૯૮૪માં થયેલા શીખ રમખાણોના કેસમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા પોતાનો ચુકાદો આપતા ૩૪ વર્ષ બાદ કોંગ્રેસ નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને ૩૧ ડિસેમ્બર સુધીમાં સરેન્ડર કરવા માટે આદેશ આપ્યો હતો.

આ ડેડલાઇન સોમવારે સમાપ્ત થઇ રહી છે ત્યારે સજ્જન કુમાર સરેન્ડર કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે,  દિલ્હીની કડકડડુમાં કોર્ટ અથવા તો તિહાડ જેલમાં સરેન્ડર કરી શકે છે.

બીજી બાજુ સજ્જન કુમારના વકીલે જણાવ્યું હતું કે, “સજ્જન કુમારને રાહત મળવાની સંભાવના ખુબ ઓછી જોવા મળી રહી છે, કારણ કે સુપ્રીમ કોર્ટમાં ૧ જાન્યુઆરીના રોજ રજાઓ સમાપ્ત થઇ રહી છે. જેથી તેઓની અપીલ પર સુનાવણી થવાની આશા નથી”.

આ પહેલા સજ્જન કુમારે હાઈકોર્ટના ચુકાદા બાદ સમર્પણ કરવા માટે વધુ ૩૦ દિવસનો સમય આપવા માટે કોર્ટ સમક્ષ માંગ કરી હતી, પરંતુ દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ માંગ ફગાવવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટ દ્વારા સજ્જન કુમારને ઉમ્રકેદની સજાની સાથે સાથે ૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને ૩૧ ડિસેમ્બર સુધી સરેન્ડર થવા માટે આદેશ આપ્યો છે.

શું છે આ મામલો ?

national-sajjan-kumar-seeks-30-days-time-surrender-1984-anti-sikh-riots-high court-Rejected

આ મામલો વર્ષ ૧૯૮૪મા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજધાની દિલ્હીની છાવણીના રાજનગર ક્ષેત્રમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમાર પણ આરોપી હતા.