Not Set/ જાણો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GST અને ટ્રિપલ તલાક સહિતના અનેક મુદ્દાઓ અંગે શું કહ્યું ?

નવી દિલ્હી, મંગળવારથી દેશભરમાં ધામધૂમથી નવા વર્ષની શરૂઆત થઇ ગઈ છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ઇન્ટરવ્યુ દ્વારા દેશની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા છે. ન્યુઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું,  GST :  #PMtoANI on Rahul Gandhi calling GST 'Gabbar Singh Tax': The way someone thinks is the way someone […]

Top Stories India Trending

નવી દિલ્હી,

મંગળવારથી દેશભરમાં ધામધૂમથી નવા વર્ષની શરૂઆત થઇ ગઈ છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ઇન્ટરવ્યુ દ્વારા દેશની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા છે.

ન્યુઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું, 

GST : 

GST એ દેશના તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા સર્વસમંતિ પસાર કરવામાં આવેલો નિર્ણય છે.

GST આવતા પહેલા વસ્તુઓ પર ૩૦ થી ૪૦ ટકા છુપો ટેસ્ટ લગાવવામાં આવતો હતો.

આજે હજારોની સંખ્યામાં વસ્તુઓ ૦ ટકાના દરે વેચવામાં આવી રહી છે.

GST કાઉન્સિલ એ દેશના તમામ રાજ્યોની બોડી છે.

જ્યાં ભારત સરકાર પણ એક રાજ્ય છે.

GST કાઉન્સિલમાં ભારત સરકાર અને પોંડિચેરી એક છે.

આજે ઘણીબધી વસ્તુઓ ૫ %, ૧૨ %, ૧૮ ટકાના નીચા GST દરમાં લાવવામાં આવી છે.

GSTના કારણે દેશના નાના વેપારીઓને થોડી તકલીફ પડી છે.

બેન્કના ગોટાળા : 

વિજય માલ્યા અને નીરવ મોદી જ જેવા કૌભાંડીઓ પ્રત્યે અમારી સરકાર સખ્ત હતી એટલા માટે તેઓ દેશ છોડીને ભાગી ગયા.

પરંતુ જો દેશમાં પહેલાની સરકાર હોત તો તે દેશમાં રહીને જ લુંટતા રહ્યા હોત.

દેશમાંથી ચોરાયેલા પૈસા પાછા લાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.

ખેડૂતોની લોનમાફી એ કોંગ્રેસની રાજ્ય સરકારોનું જૂઠાણું અને ગેરમાર્ગે દોરવાનું છે, જેથી હું તેને લોલીપોપ કહું છું.

અમે તમામ ખેડૂતોની લોન માફ કરી દીધી છે, આ સત્ય એ છે કે એવું કંઈ થયું નથી. કૃપા કરીને તેમના પોતાના પરિપત્ર જુઓ, તેઓ ગેરમાર્ગે દોરે છે.

ટ્રિપલ તલાક અને સબરીમલા મંદિર એ બંને અલગ મુદ્દાઓ છે. દુનિયાના ઘણા મુસ્લિમ દેશોમાં ટ્રિપલ તલાકની પરમીશન નથી. જેથી આ માત્ર ધાર્મિક આસ્થાનો જ નહિ, પરંતુ સામાજિક ન્યાય અને દેશની જુદી જુદી જાતિઓ વચ્ચેનો મામલો છે.

દેશના ઘણા મંદિરો છે, જેમાં પુરુષો પ્રવેશ કરી શકતા નથી.