નવી દિલ્હી,
૧૩ હજાર થી લઈ ૨૨ હજાર ફૂટની ઉંચાઈએ સિયાચીન પર તૈનાત કરવામાં આવેલા દેશના સૈનિકોને કાતિલ ઠંડીથી બચવાને લઈ સારા સામચાર સામે આવી રહ્યા છે.
હકીકતમાં દિલ્હી IIT (ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી) સિયાચીનમાં તૈનાત ભારતીય સેનાના સૈનિકો માટે એ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જેનાથી વધારે ઠંડીમાં પામ પાણીનો ઉપયોગ વિના શરીરને સાફ રાખવા સંબંધી જરૂરિયાતોને પૂરી કરી શકાશે.

દિલ્હી IIT એ એક એવી જેલ બનાવી છે જે કાતિલ ઠંડીમાં સ્નાન કર્યા વગર જ સ્વચ્છતા બનાવી રાખવા માટે સૈનિકોને ઉપયોગી નીવડશે.

આ જેલની ખાસયિત છે કે, માઈનસ ૬૦ ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં પણ તેનો ઉપયોગ થઇ શકશે. આ જેલ દ્વારા સેનાના જવાનો સપ્તાહમાં બે વાર પોતાનું શરીર સ્વચ્છ કરી શકશે.
IIT દિલ્હી દ્વારા જે ઉત્પાદકો બનાવાયા છે તેનો માત્ર ૨૦ મિલીમીટર ઉપયોગથી જ પૂરું શરીર સાફ કરાઈ શકે છે.
