Not Set/ સીએમ રૂપાણીએ કરાવ્યો કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ, 45 દેશોના પતંગબાજોએ લીધો ભાગ

અમદાવાદ, અમદાવાદમાં આજે રવિવારે કાઈટ ફેસ્ટીવલનો પ્રારંભ થયો છે.જુદા જુદા 45 દેશના પતંગબાજો અમદાવાદના સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ પર એકથી એક ચડિયાતા પતંગો લઇને પહોંચી ગયા હતા.આ પતંગ મહોત્સવ 14 ફેબ્રુઆરી સુધી ચાલશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પતંગ મહોત્સવની શરૂઆત કરતા કહ્યું કે જાન્યુઆરી મહિનો ઉર્જાનો મહિનો હોય છે અને આ મહિને જ કાઈટ ફેસ્ટીવલ, […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદમાં આજે રવિવારે કાઈટ ફેસ્ટીવલનો પ્રારંભ થયો છે.જુદા જુદા 45 દેશના પતંગબાજો અમદાવાદના સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ પર એકથી એક ચડિયાતા પતંગો લઇને પહોંચી ગયા હતા.આ પતંગ મહોત્સવ 14 ફેબ્રુઆરી સુધી ચાલશે.

 આ ઉત્સવમાં ભારતના 14 રાજ્યમાંથી 105 જેટલા પતંગબાજો તેમજ ગુજરાતમાંથી 500થી વધારે પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. જો તમે પગંત ઉત્સવમાં ભાગ લેવા માંગતો હોવ તો રિવરફ્રન્ટ ખાતે સવારે 10થી સાંજના પાંચ વાગ્યા સુધી મુલાકાત લઈ શકો છો.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પતંગ મહોત્સવની શરૂઆત કરતા કહ્યું કે જાન્યુઆરી મહિનો ઉર્જાનો મહિનો હોય છે અને આ મહિને જ કાઈટ ફેસ્ટીવલ, વાઇબ્રન્ટ ગુજરાત,પતંગ મહોત્સવ, ફ્લાવર શૉ અને હવે શોપિંગ ફેસ્ટીવલ યોજાશે.પતંગની જેમ જ ગુજરાતનો વિકાસ પણ ઊંચે આકાશમાં ચડી રહ્યો છે.

 ફક્ત અમદાવાદ ખાતે જ નહીં પરંતુ આ વખતે કેવડિયા ખાતે આઠમી જાન્યુારીના રોજ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

કાઈટ ફેસ્ટિવલ શરૂ થતાં પહેલાં 200 વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ સૂર્ય નમસ્કાર કર્યા હતા.અમદાવાદ સિવાય વડોદરા,દ્વારકા અને કેવડીયા ખાતે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ પતંગ મહોત્સવનો પ્રારંભ થયો હતો.

 પતંગ મહોત્સવમાં 45 દેશના પતંગબાજોએ ભાગ લીધો છે.

 મેયય બિજલ પટેલ, સીએમ વિજય રૂપાણી, રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી