Not Set/ જયંતિ ભાનુશાળી હત્યાનો મામલો, સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે:CM રૂપાણી

સોમવારે રાત્રે ટ્રેનમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી છે. પૂર્વ એમએલએ ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા તે સમયે આ બનાવ બન્યો હતો. જયંતિ ભાનુશાળીની હત્યા રાજકારણમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે, જયંતિ ભાનુશાળીની હત્યા મામલે સીએમ વિજય રૂપાણીની  પ્રતિક્રિયા સામે આવી છે,  સીએમ રૂપાણી જણાવ્યું હતું કે, રેલવે અને લોકલ […]

Top Stories Gujarat Videos

સોમવારે રાત્રે ટ્રેનમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી છે. પૂર્વ એમએલએ ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા તે સમયે આ બનાવ બન્યો હતો. જયંતિ ભાનુશાળીની હત્યા રાજકારણમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે,

જયંતિ ભાનુશાળીની હત્યા મામલે સીએમ વિજય રૂપાણીની  પ્રતિક્રિયા સામે આવી છે,  સીએમ રૂપાણી જણાવ્યું હતું કે, રેલવે અને લોકલ પોલીસ સાથે મળીને તપાસ કરી રહી છે, સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે,જયંતિ ભાનુશાળી હત્યા કેસની તપાસ ઝીણવટપૂર્વકના આદેશ અપાયા છે.

માલિયા પાસે અજાણ્યા માણસોએ એસી કોચમાં ઘૂસીને તેમની પર અંધાધુંધ ગોળી ચલાવી હતી. ગોળી આંખમાં અને છાતીમાં વાગી જતા ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.