Kutchh News : કચ્છના ગોધરા રામમાં લવ જેહાદના બનાવને પગલે ચકચાર મચી છે. આ બનાવની વિગત મુજબ ગોધરા ગામમાં રહેતા એક શખ્સે હિન્દુ નામ ધારણ કરીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. તે સિવાય આરોપીએ યુવતીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ પણ કર્યું હતું.ચોંકાવનારી બાબત એ છે કે આરોપીએ યુવતી સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો અને યુવતીના કઢંગી હાલતમાં ફોટા પાડી લીધા હતા.
આ અંગે આરોપી સામે બળાત્કાર, પોક્સો અને એટ્રોસિટીની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. તે સિવાય પિડીતાના ભાઈના જ IDમાં ફોટો મોકલીને યુવતીને બદનામ કરવાનો કારસો રચ્યો હતો.પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યા બાદ કલાકોમાં જ તેને પૂણેથી ઝડપી લીધો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:રાજ્યમાં હજી પણ મેઘસવારી અકબંધ, 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ, આજે પણ વરસાદની આગાહી
આ પણ વાંચો:વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે ભારે વરસાદ પડશે, જાણો ક્યાં અપાયું છે એલર્ટ
આ પણ વાંચો:આગામી 24 કલાક ગુજરાત માટે ભારે! વરસાદે નથી લીધી વિદાય
