Ahmedabad News/ અમદાવાદમાં ડ્રગ્સ પેડલર કાબૂ બહાર, PSI પર કાર ચઢાવવાનો પ્રયત્ન કર્યો

2 ઓગસ્ટના રોજ આશ્રમ રોડ પર ડ્રગ-પેડલરને પકડવા ગયેલા PSI પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ડ્રગ્સ પેડલરો (Drug peddler)ની ગેરકાયદેસર પ્રવૃત્તિઓએ ચિંતાજનક સ્તરે પહોંચી છે. 2 ઓગસ્ટ, 2025ના રોજ આશ્રમ રોડ પર એક ચોંકાવનારી ઘટનામાં ડ્રગ્સ પેડલરે પોલીસ પર કાર ચઢાવીને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેમાં બે પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા. આ ઘટના CCTVમાં કેદ થઈ, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. એ જ દિવસે જુહાપુરામાંથી પણ એક ડ્રગ પેડલર ઝડપાયો, જે શહેરમાં ડ્રગ્સના વધતા જાળને ઉજાગર કરે છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ના ઇન્સ્પેકટર મિતેશ ત્રિવેદી અને વી.એચ.જોષીને બાતમી મળી હતી કે બહેરામપુરા રહેવાસી મહંમદ હમજા ઉર્ફે મુલ્લા જમાલુદ્દીન શેખ સાંજના સમયે આશ્રમ રોડ પર વેન્યૂ કારમાં ડ્રગ્સ વેચવા આવવાનો છે. આ બાતમીના આધારે SOGએ ICICI બેંક નજીક વોચ ગોઠવી. જ્યારે શંકાસ્પદ કાર આવી, પોલીસે તેને ઘેરવા માટે બે બાઇક ગોઠવી—એક આગળ અને બીજી પાછળ.

સબ ઇન્સ્પેકટર આર.કે.વાણિયાએ પોતાની ઓળખ આપીને ચાલકને ગાડીમાંથી ઊતરવા કહ્યું, પરંતુ મહંમદ હમજાએ ગાડી રોકવાને બદલે આગળ-પાછળ દોડાવી, પોલીસની બાઇકને કચડી નાખી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે તેણે પહેલાં બાઇકને ટક્કર મારી અને પછી પોલીસકર્મીઓને ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આ હુમલામાં બે પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા. પોલીસે હિંમત બતાવીને ગાડીમાં ઘૂસી તેને રોકી અને મહંમદ હમજાની ધરપકડ કરી.

પૂછપરછમાં મહંમદ હમજા (રહે. અલ સબા રામરહીમ નગર, કેલિકો ટેકરા, બહેરામપુરા)ની પાસેથી 58.10 ગ્રામ એમડી ડ્રગ્સ (કિંમત: 5.81 લાખ રૂપિયા) જપ્ત થયું. તેણે કબૂલ્યું કે તે મકબુલ ખાન પઠાણ પાસેથી ડ્રગ્સ લાવતો હતો અને બે વર્ષથી એમડી ડ્રગ્સનું વેચાણ કરીને કમિશન મેળવતો હતો, કારણ કે તે પોતે ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો.

એ જ દિવસે, 2 ઓગસ્ટે, જુહાપુરામાં SOGએ બીજા ડ્રગ પેડલર મહંમદ સહેજાદ ઉર્ફે મોહમંદ હનીફ મનસૂરીને ઝડપી લીધો. SOGના સબ ઇન્સ્પેકટર કે.વી.રવિયા અને ઇન્સ્પેકટર એ.જે.ચૌહાણને બાતમી મળી હતી કે મુબારક સોસાયટી, જુહાપુરા ખાતે રહેતો મહંમદ સહેજાદ એમડી ડ્રગ્સનો જથ્થો વેચવા લાવ્યો છે. SOGની ટીમે પેટ્રોલિંગ દરમિયાન તેને ઝડપી લીધો અને તેની પાસેથી 34.23 ગ્રામ એમડી ડ્રગ્સ (કિંમત: 3.42 લાખ રૂપિયા) જપ્ત કર્યું.

પૂછપરછમાં મહંમદ સહેજાદે જણાવ્યું કે તેણે આ ડ્રગ્સ રિલીફ રોડના રાહિલ પાસેથી લીધું હતું. પોલીસે હવે રાહિલની શોધખોળ શરૂ કરી છે, જેથી ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્કને ખુલ્લું પાડી શકાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:37 કુરિયર પાર્સલમાંથી પોણા બે કરોડની કિંમતનો ગાંજો મળતા ચકચાર, ડ્રગ પેડલરોની નવી મોડસ ઓપરેન્ડી

આ પણ વાંચો:વિધાર્થીઓ ખર્ચ કાઢવા ડ્રગ પેડલર્સના સકંજામાં ફસાઈ રહ્યા છે : CP રાજૂ ભાર્ગવ

આ પણ વાંચો:સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ પેડલર યશ રાઠોડને લાખો રૂપિયાના ગાંજા સાથે ઝડપ્યો