હાલમાં જ સોશિયલ મીડિયા પર ઋતિક રોશને તેના પિતાને ગળાનું કેન્સર હોવાનો ખુલાસો કર્યો હતો.
https://twitter.com/iHrithik/status/1083383136480722944
ઋતિક રોશને આ વાત તેના જન્મદિવસે કહી હતી. તેણે પોતાના એકાઉન્ટમાં બીજો એક ફોટો હાલમાં શેર કર્યો છે.રાકેશ રોશનની સર્જરી બાદ ઋતિક રોશને પ્રથમ ફોટો શેર કર્યો છે. આ ફોટામાં રાકેશ રોશનના નાકમાં ડ્રીપ લાગયેલી જોઈ શકાય છે.
રાકેશ રોશનની ગળાના કેન્સરની સર્જરી ઋતિક રોશનના જન્મદિવસ પર કરવામાં આવી હતી. સર્જરી બાદ તેઓ જયારે ઘરે આવ્યા ત્યારે તેમણે ફેમીલી સાથે ફોટો પડાવ્યો છે.બર્થડે પર પિતાની સાથે ઋતિક રોશન ઘણા ખુશ જણાઈ રહ્યા છે. આ ફોટા પરથી લાગી રહ્યું છે કે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હશે. કેપ્શનમાં ઋતિક રોશને લખ્યું છે કે તમારા બધાનો પ્રેમ અને આશીર્વાદ માટે આભાર. આજનો દિવસ મારા માટે બહુ મોટો છે.
