સિડની,
ભારતીય ટીમના ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ દ્વારા મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કર્યા બાદ હવે COA (કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન) દ્વારા ૨ – ૨ વન-ડેનો પ્રતિબંધ મુકવાની ભલામણ કરાઈ છે. આ જોતા બંને ખેલાડીઓનું ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં રમવું આસાન નથી.
આ વચ્ચે હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલની ગેરહાજરીને લઇ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું એક નિવેદન સામે આવ્યું છે.

કોહલીએ કહ્યું હતું કે, “પંડ્યા પર મેચ પ્રતિબંધની આશંકાને લઈ અમે ખુબ પરેશાન નથી. અમારી પાસે રવીન્દ્ર જાડેજા છે અને તેઓની જગ્યા લઇ શકે છે”.
ભારતીય કેપ્ટને વધુમાં કહ્યું, “અમે એટલા માટે વધુ પરેશાન નથી કારણ કે તમારી પાસે હંમેશની માટે એવા ખેલાડીઓ હોય છે, જે કોઈ પણ સ્થિતિમાં બેલેન્સ કરી શકે છે. આ ઉપરાંત ટીમમાં એવા ખેલાડીઓ છે, જેઓ બેટ અને બોલ કોઈ પણ સ્થિતિમાં બેકઅપ આપી શકે”.
વિરાટ કોહલીએ વધુમાં કહ્યું, “ટીમ ઇન્ડિયાનો હિસ્સો તેમજ એક જવાબદાર ક્રિકેટર હોવાના કારણે અમે તેઓના નિવેદન અને વિચારો સાથે સહમત નથી. આ તેઓના અંગત વિચારો છે”.
Virat Kohli on KL Rahul & Hardik Pandya: From the Indian cricket team's point of view, this changes nothing in our beliefs in the change room, it does nothing to the spirit we have have been able to create. Combinations will have to be thought of once the decision comes out. pic.twitter.com/TDL3FNA4Ta
— ANI (@ANI) January 11, 2019
સાથે સાથે કોહલીએ એ પણ જણાવ્યું, “ભારતીય ટીમનો મિજાજ જોવામાં આવે તો ડ્રેસિંગરૂમમાં અમારા વ્યવહારમાં કોઈ ફેરફાર આવશે નહિ”.
શું છે આ મામલો ?
અત્રે ઉલ્લેખનીય છે કે, આ TV શોમાં પંડ્યાને પૂછવામાં આવ્યું કે, ક્લબમાં મહિલાઓના નામ શા માટે પૂછતા નથી, ત્યારે તેઓએ કહ્યું, “હું તેઓને જોવા માંગું છું કે, તેઓની ચાલ ઢાલ કેવી છે. હું થોડો આ પ્રકારનો જ છું, જેથી મારે એ જોવું હોઈ છે કે તેઓ કયા પ્રકારનો વર્તાવ કરે છે”.

જો કે ત્યારબાદ “કોફી વિથ કરણ” શો પર હાર્દિક પંડ્યાની ટિપ્પણીની ખુબ આલોચનાઓ કરવામાં આવી રહી છે, જ્યાં તેઓએ “સેક્સિસ્ટ” ગણાવ્યું હતું. જો કે ત્યારબાદ પંડ્યાએ પોતાની ટિપ્પણીઓને લઈ માફી માંગી હતી અને કહ્યું, “આ શોના હિસાબથી ભાવનાઓ વહી ગયા હતા.
