Not Set/ માતમમાં ફેરવાઇ ઉત્તરાયણ,બાળકો સહિત 17ના મોત,ઇજાના 700થી વધુ બનાવો

અમદાવાદ ઉત્તરાયણનો દિવસ રાજ્યમાં અનેક પરિવારો માટે માતમનો દિવસ બન્યો છે.ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે દોરીના વાગવાના કારણે અને ધાબા પરથી પટકાવવાના કારણે અનેક લોકો મોતને ભેટ્યાં છે. રાજ્યમાં અકસ્માત અને ઈજાના 783 જેટલા બનાવો બન્યા છે. જીવલેણ બનેલી ઉત્તરાયણમાં રાજ્યમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં ચાર જેટલાં માસુમ બાળકો પણ છે.એ સિવાય ધાબા […]

Top Stories Gujarat

અમદાવાદ

ઉત્તરાયણનો દિવસ રાજ્યમાં અનેક પરિવારો માટે માતમનો દિવસ બન્યો છે.ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે દોરીના વાગવાના કારણે અને ધાબા પરથી પટકાવવાના કારણે અનેક લોકો મોતને ભેટ્યાં છે. રાજ્યમાં અકસ્માત અને ઈજાના 783 જેટલા બનાવો બન્યા છે.

જીવલેણ બનેલી ઉત્તરાયણમાં રાજ્યમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં ચાર જેટલાં માસુમ બાળકો પણ છે.એ સિવાય ધાબા પરથી પડવાના 130, દોરીથી ઇજાના 99, મારા મારીના 94, આગને કારણે દાઝવાના 6, વાહન અકસ્માતના 273 અને વાહન વિના નાની મોટી ઈજાના 190 કેસ બન્યા છે.

 ઉત્તરાયણમાં ઘાતક દોરી વાગવાથી 10થી વધુ લોકોએ જાન ગુમાવ્યો છે.

-આણંદના બદલપુરમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાતા મોત થયું હતું. યુવાને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત થયું હતુ.

-અમદાવાદ જિલ્લાના ધોળકા – ખેડા હાઈવે પર બાઇક પર જતા યુવાનનો પતંગની દોરીએ જીવ લીધો છે. આ અંગે મળતી વિગત મુજબ ખેડાના પાલ્લા ગામના બે યુવાનો બાઇક લઇ ધોળકા ઉંધીયુ લેવા જઈ રહ્યા હતા તે દરમ્યાન રામપુર ગામ પાસે પસાર થતા હતા ત્યારે પતંગની દોરી ગળામાં ભરાતા બાઇક પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને પતંગની દોરી ગળામાં ભરાતા યુવાનનું ગળું ચીરાઈ ગયું હતુ. યુવાનનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

– ભાવનગરના મહુવાના ગાંધીબાગમાં રહેતી બાળાને પતંગની દોરી ગળામાં આવતાં કરુણ મોત નીપજ્યું

-પાલનપુર ખાતે એક બાળક પતંગ લૂટવા જતા ચાઇનીઝ દોરી વીજ વાયરનાં સંપર્કમાં આવતા એક બાળકનું મોત નીપજ્યું હતું.

– ડીસાનાં મોચીવાસમાં રહેતા ગુલાબભાઈ મોચી જે પોતે હીરા ઘસીને પરિવાર નું ગુજરાન ચલાવે છે ત્યારે તેમની દિકરી મૃતક નીતા જે ઉત્તરાયણની વહેલી સવારે  પોતાના ધાબા પર પંતગ ચગાવતી હતો ત્યારે અચાનક પાછળના ભાગે કઠેડો  કુદીને નીચે પટકાઈ હતી અને લોહી થી લથપથ હાલતમાંડીસા ની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવી હતી,જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી.

– મહેસાણા કસ્બા વિસ્તારના લવાર ચકલામાં બાળકને પતંગની દોરી વાગવાથી તેનું મોત થયું છે. આઠ વર્ષના બાળકનું ગળાના ભાગે દોરી વાગવાથી મોત થતા પરિવાર અને સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ છે.

-પંચમહાલમાં પતંગ દોરીને કારણે એક બાળકનો જીવ ગયો હતો.

છોટાઉદેપુરના ઉચાપાણમાં અકસ્માતમાં 4ના મોત

દાહોદમાં બાઈક–છકડાં વચ્ચે અકસ્માતમાં 3ના મોત

જેતપુરમાં કાર ડીવાઈડર પર ચડી જવાને કારણે એક યુવતીનું મોત

વડોદરાના સુંદરપુરા-શાહપુરા ગામ વચ્ચે વીજ પોલ સાથે બાઈક અથડાતા 2ના મોત