Palanpur Murder/ પાલનપુરમાં મોટાભાઈએ નાના ભાઈની કરી હત્યા

પાલનપુર કોલેજ કમ્પાઉન્ડમાં થયેલી હત્યાનો કેસ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. યુવકની મોટાભાઈ અને ભાભીએ જ હત્યા કરી હતી. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગુપ્તીના દસ ઘા મારીને નાના ભાઈની મોટાભાઈએ હત્યા કરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

Gujarat Others Breaking News

Patan News: પાલનપુર કોલેજ કમ્પાઉન્ડમાં થયેલી હત્યાનો કેસ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. યુવકની મોટાભાઈ અને ભાભીએ જ હત્યા કરી હતી. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગુપ્તીના દસ ઘા મારીને નાના ભાઈની મોટાભાઈએ હત્યા કરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

પાલનપુરમાં ભંગારનો કારોબાર કરતાં યુવક પર ગુપ્તી વડે હુમલો કરીને મોટાભાઈએ મોતને ઘાટ ઉતાર્યો છે. આમ લોહીના સંબંધમાં જ લોહી રેડાયું છે. પોલીસ હવે તેના ભાઈભાભીનીની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તેના કબ્જામાં લીધા છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં શહેરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં ધોળા દિવસે તીક્ષ્ણ હથિયાર વડે દેવીપૂજક સમાજના યુવક પર જીવલેણ હુમલો કરીને અજાણ્યા શખ્સો હત્યા કરી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. પાલનપુર શહેરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલ બેંક સોસાયટીમાં બપોરના સમયે લારી લઈને ભંગાર લેવા આવેલ પાલનપુરના જનતા નગરમાં રહેતા  35 વર્ષીય દેવીપૂજક સમાજના ઈશ્વર ગોપાલભાઈ પટણી સાથે અન્ય બે દેવીપૂજક સમાજના જ શખ્સોએ ઉગ્ર બોલાચાલી કરી હતી.

દરમિયાન, એક શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા દેવીપુજક યુવક જમીન પર ઢળી પડયો હતો. ભર બપોરે બૂમાબૂમ થતા સોસાયટીના લોકો એકત્ર થયા હતા. એમ્બ્યુલન્સ ને જાણ કરી લોહીલુહાણ હાલતમાં દેવીપૂજક યુવકને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના ની જાણ થતાં પૂર્વ પોલીસ મથક ની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠાના કાંકરેજના શિહોરીમાંથી મૃતદેહ મળી આવ્યો, જમાઈને અટકાયતમાં લેવાયો

આ પણ વાંચો: સુરતમાં મર્ડરના ફરાર આરોપીની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદમાં ડબલ મર્ડરના આરોપીને ફાંસીની સજા, કોર્ટે નોંધ્યું- આ કૃત્ય પશુતુલ્ય, કાયદાનો ડર જરૂરી